Get The App

સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ

૪ લાખનું વળતર પીડિતાના પરિવારને ચૂકવવા કોર્ટની ભલામણ : આરોપી પરિણીત છે

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ 1 - image

સાવલી.ચાર વર્ષ પહેલા  સગીરા સાથે દુષ્કર્મના બનાવ અંગે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસના આરોપીને સાવલીની પોકસો કોર્ટે આરોપીને પોકસો સહિતની વિવિધ કલમોમાં તકસીર વાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને પચાસ હજારના દંડની સજા કરી છે.

સાવલી પોલીસ મથકે ૨૦૨૦ ની સાલમાં પોક્સો એક્ટ  હેઠળ  ગુનો દાખલ થયો હતો. જેમાં પોતાના મામાના ઘરે રહેતી ૧૭ વર્ષની સગીરાને આરોપી કરણ છગનભાઈ નાયક (રહે . મહાદેવપુરા, વેરાખાડી,જિ. આણંદ)   પટાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવીને અપહરણ કરીને ભગાડી ગયો હતો. સગીરાને અલગ - અલગ  જગ્યાએ લઈ જઈ આરોપીઓ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે અંગે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીને ઝડપીને જેલ ભેગો કર્યો હતો. આરોપી વિરૃદ્ધ પુરતા પુરાવા મળતા પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસ સાવલીના અધિક પોકસો કોર્ટના જજ જે. એ. ઠક્કરની કોર્ટર્માં ચાલી ગયો હતો.  સરકારી વકીલ સી.જી. પટેલની દલીલો, પુરાવાઓ ધ્યાને લઇ અદાલતે આરોપીને કસુરવાર ઠેરવીને ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૫૦ હજારના દંડની સજા કરી હતી. જ્યારે અપહરણ સહિતની અન્ય કલમોમાં આઠ વર્ષની સજા અને ૮ હજારનો નો દંડ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે, આરોપી પોતે પરિણીત હોવા છતાંય સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી લઇ  ગયો હતો અને  તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.  અદાલતે જિલ્લા લિગલ ઓથોરિટી ને વિકટીમ કોમ્પનસેશન  સ્કીમ હેઠળ ૪ લાખનું વળતર પીડિતાના પરિવારને ચૂકવી આપવા ભલામણ કરી છે. તેમજ આરોપી દંડની જે પણ રકમ ભરે તે પણ પીડીતાને ચૂકવી દેવા ભલામણ કરી છે 


Google NewsGoogle News