Get The App

11 વર્ષની વિદ્યાર્થીનીના પ્રાઇવેટ પાર્ટ સાથે છેડછાડ કરનાર રીક્ષાવાળાને 20 વર્ષની સખતકેદ

સ્કુલઓટોમાં બાળકી સાથે 43 વર્ષના રીક્ષાવાળાની કરતૂત મોબાઇલ કેમેરામાં કેદ થતા ભાંડો ફુટયો હતો ઃ રૃા.50 હજાર દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદ

ભોગ બનેલી બાળાને રૃા.3લાખ વળતર આપવા નિર્દેશ

Updated: Jan 4th, 2025


Google NewsGoogle News


11 વર્ષની વિદ્યાર્થીનીના પ્રાઇવેટ પાર્ટ સાથે છેડછાડ કરનાર રીક્ષાવાળાને 20 વર્ષની સખતકેદ 1 - image

સુરત

સ્કુલઓટોમાં બાળકી સાથે 43 વર્ષના રીક્ષાવાળાની કરતૂત  મોબાઇલ કેમેરામાં કેદ થતા ભાંડો ફુટયો હતો ઃ રૃા.50 હજાર દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદ


માર્ચ-૨૦૨૪ દરમિયાન સ્કુલ રીક્ષામાં આવતી-જતી 11 વર્ષ 8 માસની બાળકીની મરજી વિરુધ્ધ તેના પ્રાઈવેટ પાર્ટ સાથે ફીંગરીંગ છેલ્લાં ચારેક માસથી છેડછાડ કરી કોઈને કહીશ તો સળગાવી નાખવાની ધમકી આપનાર 43 ર્ષીય આરોપી ઓટો રિક્ષાચાલકને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ અતુલકુમાર આર.પટેલે તમામ ગુનામાં 20 વર્ષની સખ્તકેદ,કુલ રૃ.50 હજાર દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદ તથા ભોગ બનનારને 3 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો છે.

સગરામપુરા મૌલવી સ્ટ્રીટમાં  રહેતા 43 વર્ષીય ઓટો રીક્ષા ચાલક મોહમંદ અખ્તરરઝા  ઉર્ફે પોપટ ગુલામ મોહંમદ મનીયાર વિરુધ્ધ ગઈ તા.7-3-24ના રોજ ભોગ બનનાર 11 વર્ષ 8 માસની વયની સ્કુલ રીક્ષામાં આવતી જતી બાળકીના ગુપ્તાંગ સાથે ફીંગરીંગ કરીને છેડછાડ કરી કોઈને કહે તો સળગાવી મારી નાખવાની  ધમકી આપી પોક્સો એક્ટની વિવિધ કલમના ભંગ બદલ ભોગ બનનાર બાળકીની ફરિયાદી માતાએ અઠવા પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.આરોપી છેલ્લાં ચારેક માસથી સ્કુલ રીક્ષામાં આવતી-જતી બાળકીના ગુપ્તાંગ સાથે છેડછાડ કરવાની ઘટનાને મોબાઈલના કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી. આ કેસમાં અઠવા પોલીસે જેલભેગા કરેલા આરોપી ઓટો રીક્ષાચાલક મોહમંદ અખ્તરરઝા ઉર્ફે પોપટ મણીયાર વિરુધ્ધ હાથ ધરવામાં આવેલી સ્પીડી ટ્રાયલ દરમિયાન આરોપીએ ગુનાનો ઈન્કાર કરીને ભાડુઆતની તકરારમાં હાલનો ખોટો કેસ કર્યો હોવાનો બચાવ લીધો હતો.

જ્યારે સરકારપક્ષે એપીપી સંતોષ કે.ગોહીલે કુલ 19 સાક્ષી તથા 45 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપી સ્કુલ રીક્ષા ચાલકને ઈપીકો-354(એ)(આઈ), 354(બી) 375 (બી)(સી) 376, 376(2)(એન), 376(2)(જે), 376 (3), 506 તથા પોક્સો એક્ટની કલમ-3(બી)(સી)ના ભંગ બદલ કલમ-4 તથા કલમ-5(એલ)(એમ)ના ભંગ બદલ કલમ-6 તથા કલમ-7ના ભંગ બદલ કલમ-8 તથા કલમ-9(એમ) કલમ-12ના ગુનામાં દોષી ઠેરવ્યો હતો.જેથી આરોપીના બચાવપક્ષે લીગલએઈડ ડીફેન્સ કાઉન્સેલ રિન્કુ પારેખે આરોપી યુવાન હોવા ઉપરાંત વિધવા માતા તથા પત્નીની જવાબદારી હોઈ સજામાં રહેમ રાખવા માંગ કરી  હતી.જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપીએ સ્કુલ રીક્ષામાં આવતી જતી સગીર બાળકીના ગુપ્તાંગ સાથે છેડછાડ કરી કોપરેલ તેલ નાખીને ફીંગરીંગ કરીને ધાકધમકી આપનાર વિરુધ્ધ બાળ,સ્ત્રી તથા સમાજ વિરોધી ગંભીર ગુનો પુરવાર થયો હોઈ મહત્તમ સજા-દંડ તથા ભોગ બનનારને વળતર ચૂકવવું જોઇએ. કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ફરિયાદપક્ષની દલીલોને ધ્યાને લઈ આરોપીને ઉપરોક્ત 20 વર્ષની સખ્તકેદ કુલ રૃ.50 હજાર દંડ ન ભરે તો બે વર્ષની કેદ તથા ભોગ બનનારને 3 લાખ વળતર ચુકવવા હુકમ કર્યો હતો.

આરોપી રીક્ષાચાલકનું કૃત્ય બાળ, સ્ત્રી તથા સમાજ વિરોધી  છેઃ ર્કાર્ટ

    

કોર્ટે જણાવ્યું હતું કે ભોગ બનનાર ધો.૪માં અભ્યાસ કરતી કુમળી વયની બાળકી સાથે આરોપીએ ચાર માસ સુધી ધાકધમકી આપીને જાતીય વાસવા સંતોષવા જાતીય હુમલો કર્યો છે.બાળાએ ડરના માર્યા પોતાના માતા પિતા કે વાલીને પણ આ હકીકત કહી શકી નથી.જેથી તેણે વેઠેલી માનસિક યાતના ને ધ્યાને લેતાં આરોપીનું કૃત્ય બાળ,સ્ત્રી તથા સમાજ વિરોધી અધમ કૃત્ય છે.હાલના સમયમાં માતા-પિતા પોતાના બાળકોને સ્કુલે લેવા મુકવા માટે સ્કુલ રિક્ષાચાલક પર ભરોસો કરે છે.આરોપીના કૃત્યથી વાલીઓના વિશ્વાસનો ભંગ  થવા સાથે સમાજ પર વિપરિત અસર થાય તેમ છે.


suratcourt

Google NewsGoogle News