Get The App

MSc I.Tમાં અભ્યાસ કરતો 20 વર્ષનો વિધાર્થી સાયબર ફ્રોડનો ભોગ બન્યો

શેરમાર્કેટમાં રોકાણથી મહિને 300 ટકા નફાની લાલચ આપી સિંગણપોરના વિદ્યાર્થી અને કાકા પાસે રૂ.50.09 લાખ રોકાણ કરાવી ઉલાળીયો

જયારે કાકા-ભત્રીજાએ પૈસા વિડ્રો કરવા પ્રયાસ કર્યો ત્યારે 10 ટકા ટેક્સ અને ચેરીટી ફંડ પેટે વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
MSc I.Tમાં અભ્યાસ કરતો 20 વર્ષનો વિધાર્થી સાયબર ફ્રોડનો ભોગ બન્યો 1 - image


- શેરમાર્કેટમાં રોકાણથી મહિને 300 ટકા નફાની લાલચ આપી સિંગણપોરના વિદ્યાર્થી અને કાકા પાસે રૂ.50.09 લાખ રોકાણ કરાવી ઉલાળીયો

- જયારે કાકા-ભત્રીજાએ પૈસા વિડ્રો કરવા પ્રયાસ કર્યો ત્યારે 10 ટકા ટેક્સ અને ચેરીટી ફંડ પેટે વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી


સુરત, : શેરમાર્કેટમાં વળતરની લાલચ આપી સાયબર ફ્રોડ કરતી ટોળકીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના એમ.એસસી આઈટીમાં અભ્યાસ કરતા સિંગણપોરના 20 વર્ષીય વિદ્યાર્થી અને તેના કાકાને શેરમાર્કેટમાં રોકાણ કરવાથી મહિનામાં 300 ટકા નફો થશે તેમ કહી રૂ.50.09 લાખ પડાવ્યાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાઈ છે.

સાયબર ક્રાઈમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતો 20 વર્ષીય હાર્દિક ( નામ બદલ્યું છે ) ઉધના મગદલ્લા રોડ સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીના એમ.એસસી આઈટીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.ડિસેમ્બર 2023 માં તે ઈન્સ્ટાગ્રામ જોતો હતો ત્યારે તેમાં શેરમાર્કેટમાં રોકાણ કરવાથી મહિને 300 ટકા નફો થશે તેવી જાહેરાત જોઈ તેના ઉપર ક્લીક કર્યું તે સાથે વ્હોટ્સએપ ઓપન થયું હતું અને તેને દલાલ સ્ટ્રીટ ટ્રેડીંગ ચેમ્પીયન એમ999 ગ્રુપમાં એડ કરાયો હતો.તેના એડમીન આશિષ શાહ શેરમાર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળે છે તેવા મેસેજ મૂકી ટીપ્સ આપતા હોય તેમની સાથે વ્હોટ્સએપ મેસેજ મારફતે વાત કરતા તેમણે એક લીંક મોકલી હાર્દિક પાસે સીએચસી-એસઇએસ એપ ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

MSc I.Tમાં અભ્યાસ કરતો 20 વર્ષનો વિધાર્થી સાયબર ફ્રોડનો ભોગ બન્યો 2 - image

ત્યાર બાદ હાર્દિક પાસે તેમણે જુદાજુદા એકાઉન્ટમાં પૈસા જમા કરાવી શેરમાં અને આઈપીઓમાં રોકાણ કરાવી વોલેટમાં નફો પણ બતાવ્યો હતો.આથી હાર્દિકે તેના કાકાનું પણ એકાઉન્ટ ખોલાવી બંનેએ 36 દિવસના સમયગાળામાં કુલ રૂ.50,08,834 નું રોકાણ કર્યું હતું.જોકે, જયારે કાકા-ભત્રીજાએ રોકેલા પૈસા વિડ્રો કરવા પ્રયાસ કર્યો ત્યારે તેમને 10 ટકા ટેક્સ અને ચેરીટી ફંડ પેટે વધુ પૈસા ભરવા કહેતા તેમને શંકા ગઈ હતી.આ અંગે હાર્દિકે સાયબર ક્રાઈમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ કરી હતી,તેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગતરોજ ઠગ ટોળકી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.વધુ તપાસ પીઆઈ આર.આર.દેસાઈ કરી રહ્યા છે.


Google NewsGoogle News