ગંભીર બેદરકારી! વડોદરામાં પુરપાટ ઝડપે દોડતી સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થીનીઓ પટકાઇ

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
School Van In Vadodara


Student Fell Down From School Van In Vadodara: વડોદરાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક સોસાયટીમાંથી પુરપાટ ઝડપે પસાર થતી સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થિનીઓ પટકાઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જોકે, આ ઘટનામાં વિદ્યાર્થિનીઓને ઈજા પહોંચી હતી.

Student Fell Down From School Van In Vadodara

રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે વિવિધ વિભાગો માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં આરટીઓ વિભાગને પણ જરૂરી સૂચનાઓ આપી છે અને સ્કૂલ વાનમાં ભરચક ભરવામાં આવતા બાળકો સામે કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. તાજેતરમાં વડોદરા પોલીસે આ અંગે ગણતરીના દિવસ માટે સ્કૂલ વાનો માટે ચેકિંગ કરીને કાર્યવાહી કરી હતી. ત્યારબાદ ફરી પાછું જેસે તે પરિસ્થિતિ થઈ ગઈ છે.

Student Fell Down From School Van In Vadodara

સ્કૂલ શરૂ થતાં બાળકોને ઘરે મૂકવા જતી સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થીની પાછળના દરવાજેથી નીચે પટકાતા ઘસડાઈ હતી. જેને કારણે તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. આ સીસીટીવી કઈ સોસાયટીનો છે તેની માહિતી મળી નથી. પરંતુ બગીખાના વિસ્તારની સ્કૂલના વિદ્યાર્થીઓને મુકવા સ્કૂલ વાન જતી હતી તેવી પ્રાથમિક માહિતી બહાર આવી છે.


Google NewsGoogle News