Get The App

ગોંડલમાં 2 માળનું મકાન ધડાકાભેર ધરાશાયી, મહિલાનું મોત, બે ઘાયલ

Updated: Feb 20th, 2025


Google News
Google News
ગોંડલમાં 2 માળનું મકાન ધડાકાભેર ધરાશાયી, મહિલાનું મોત, બે ઘાયલ 1 - image


વહેલી સવારે ભૂકંપ આવ્યાનું સમજી પડોશીઓ ફફડી ગયા : ફાયર બ્રિગેડની ટીમ અને સેવાભાવી યુવકોની 4 કલાકની રેસ્ક્યૂ કામગીરીનાં અંતે કાટમાળ નીચેથી મહિલાનો મૃતદેહ અને પતિ- સાસુ ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળ્યા

ગોંડલ, : ગોંડલનાં સહજાનંદનગર વિસ્તારમાં વહેલી વસારે બે માળનું મકાન ધડાકાભેર ધરાશાયી થતા મકાન માલિક તથા તેની માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જયારે તેના પત્નિનું દબાઈ જવાથી મોત નિપજુયં હતું. ફાયર બ૩ગિેડ ટીમે ચાર કલાકની જહેમત બાદ ઈજાગ્રસ્ત માતા પુત્રને મલબામાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડયા હતાં. જયારે દબાઈ જવાથી મૃત્યુ પામેલા મહીલાનાં મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના રેલ્વેસ્ટેશન ચોકમાં પાનનો ગલ્લો ચલાવતા અને સહજાનંદનગરમાં ગરબી ચોકનાં ખુણે રહેતા સુનિલભાઈ આશાનંદ વરધાણી ઉ.વ. 50નું બે માળનું મકાન સવારે સાડાસાત કલાકે ધડાકાભેર ધરાશાયી થતા મકાનમાં સુતેલા સુનિલભાઈ, તેમનાં પત્નિ ઉષાબેન ઉ.વ.૪૦ તથા માતા નીતાબેન ઉ.વ.૭૦ કાટમાળ હેઠળ દબાઈ ગયા હતાં. જેમાં ઉષાબેનનું મોત નિપજયું હતું. જયારે સુનિલભાઈ તથા તેમની માતાને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

સવારે મકાન ધરાશાયી થતા ધડાકો થયો હોય પાડોશીઓએ પહેલા તો ભુકંપ આવ્યાનો ડર અનુભવ્યો હતો. બાદમાં મકાન જમીનદોસ્ત થયાની જાણ થતા દોડી ગયા હતાં. બનાવ અંગે સ્થાનિક આગેવાને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. દરમિયાન નગરપાલિાકનાં સદસ્ય તથા આ વસિતારમાં રહેતા સેવાભાવી યુવાનો અને લતાવાસીઓ એ ઘટના સ્થળે દોડી જઈ જેસીબી, ક્રેઈન, કટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી ફાયર ટીમ સાથે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. બનાવનાં પગલે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ અશ્વીનભાઈ રૈયાણી સહિત આગેવાનો પણ દોડી આવ્યા હતાં. બી.ડીવીઝન પીઆઈ ગોસાઈ, પીએસઆઈ ઝાલા સહિત પોલીસસ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

ફાયર ટીમ દ્વારા 4 કલાકનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ઈજાગ્રસ્ત માતા પુત્રને મલબામાંથી બહાર કાઢ્યા હતાં. મકાન સંપર્ણ જમીનદોસ્ત થયું હોય દિવાલો અને છતને કટરથી કાપવા પડયા હતાં. ક્રેઈન તથા જેસીબી દ્વારા કાટમાળ દુર ખસેડાયો હતો. કાટમાળન ીચે સુનિલભાઈ દવાલ અને બારણા વચ્ચે ફસાઈ ગયાં હોય ફાયર ટીમની ભારે જહેમતને અંતે બહાર કઢાયા હતાં. કતાટમાળમાં દબાયેલા સુનિલભાઈ તથાત ેમનાં વૃધ્ધ માતાને ફ્રેકચર સહીત ગંભીર ઈજાઓ થઈ હતી.

જમીનદોસ્ત થયેલું મકાન 35 વર્ષ જુનું હતું. હાલ રિનોવેશન સાથે દિવાલોમાં નવું પ્લાસ્ટર થઈ રહ્યું હતું. મકાનની હાલત જોતા પાડોશીઓએ મકાનમાં નહીં રહેવાની સલાહ સુનિલભાઈને આપી હતી, પણ તેને ગણકારી સુનિલભાઈ, તેના પત્નિ અને વૃધ્ધ માતા મકાનમાં સુતા હતા. તેમના નાનાભાઈ કમલેશભાઈ તેના પત્નિ અન્ય જગ્યાએ સુવાગયા હતાં. સુનિલભાઈનો પુત્ર અને પુત્રી જમીનદોસ્ત થયેલા મકાનમાંજ સુતા હતાં, પરંતુ વહેલી સવારે સ્કુલે જવા નીકળી ગયા હોય તેનો બચાવ થવા પામ્યો હતો. મકાન જમીનદોસ્ત થતા ઘરમાં રહેલી ફ્રીજ,ટીવી, એસી સહીત ઘરવખરીનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. બનાવનાં પગલે સહજાનંદનગર વિસ્તારનાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં.

મકાનનું રીનોવેશન કરતા કોન્ટ્રાકટરે ચેતવ્યા હતા

ગોંડલના સહજાનંદનગરમાં જમીનદોસ્ત થયેલા મકાનમાં ઉપરનાં માળે સુનિલભાઈ તથા તેનો પરિવાર જયારે નીચે તેમના નાનાભાઈ કમલેશભાઈ પરિવાર સાથે રહે છે. મકાનનું રિનોવેશન ત્રણ દિવસ પહેલા શરૂ કરાયું હતું. કામ કરનાર કોન્ટ્રાકટર હિતેશભાઈ ટાંકે જણાવ્યું કે મકાનમાં પ્લાસ્ટર તોડવાનું કામ ચાલી રહ્યું હતું. મકાન જૂનું હોય છથી સાત ટેકા ચોકા માર્યા હતાં. મે સુનિલભાઈને કહ્લું કે કામ ચાલુ હોય પરીવારનું રહેવું હિતાવહ નથી, તેમ છાતં રાત્રે રોકાયા હતાં. જયારે તેમના ભાઈ કમલેશભાઈ પરીવાર સાથે અન્ય સ્થળે રહેવા ચાલ્યા ગયા હતાં. વળી, તેમના પુત્ર પુત્રી પણ અહીં જ સુતા હતા, પણ વહેલી સવારે સ્કૂલે જવા નીકળ્યા બાદ મકાન ધરાશાયી થતાં બચી ગયા હતાં.

Tags :