હળવદ નજીક કારમાંથી 7.96 લાખનાં મેફેડ્રોન સાથે મોરબીના 2 શખ્સ ઝડપાયા

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
હળવદ નજીક કારમાંથી 7.96 લાખનાં મેફેડ્રોન સાથે મોરબીના 2 શખ્સ ઝડપાયા 1 - image


79 ગ્રામ 68 મીલીગ્રામ ડ્રગ્સ બરામદ : અમદાવાદથી કારમાં ડ્રગ્સનો જથ્થો મોરબી લાવતા હોવાનું ખુલ્યું

મોરબી, : હળવદ નજીક નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામે રોડ પરથી કારમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે મોરબીના બે ઇસમોને ઝડપી લઈને એસઓજી ટીમે 7.96 લાખની કિંમતનું 79 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, રોકડ 41,000 , 3 મોબાઈલ ફોન અને કાર સહીત કુલ રૂ 13.48 લાખનો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન અમદાવાદથી મોરબી તરફ કારમાં બે ઈસમો મેફેડ્રોન ડ્રગ્સ લઈને આવતા હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી. તેમજ વાહન ચેકિંગ કરતા હોય ત્યારે હળવદ નજીક શક્તિનગર મંદિર સામે રોડ પરથી બ્રેઝા કારને રોકી તલાશી લેતા કારમાંથી કલ્પેશ ઉર્ફે લાલો મધુભાઈ નિમાવત (રહે ગ્રીન ચોક મોરબી) અને અહેમદ દાઉદ સુમરા (રહે વિસીપરા મેઈન રોડ)ને ઝડપી લીધા હતા. 

આરોપીઓના કબજામાંથી મેફેડ્રોન જથ્થો વજન 79 ગ્રામ 68 મીલીગ્રામ મળી આવતા પોલીસે મેફેડ્રોન ડ્રગ્સ કીમત રૂ 7,96,800 રોકડ રૂ 41,000 3 મોબાઈલ અને કાર સહીત કુલ રૂ 13,48,800 નો મુદામાલ કબજે લઈને આરોપીઓ વિરૂદ્ધ હળવદ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમો મુજબ ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરીછે.  



Google NewsGoogle News