Get The App

હાલોલ-વડોદરા રોડ ઉપરથી દારૂ સાથે અંકલેશ્વરના બે શખ્સ ઝડપાયા : રૂ 4.31 લાખનો મુદ્દામાલ જપ્ત

Updated: Dec 21st, 2024


Google NewsGoogle News
હાલોલ-વડોદરા રોડ ઉપરથી દારૂ સાથે અંકલેશ્વરના બે શખ્સ ઝડપાયા : રૂ 4.31 લાખનો મુદ્દામાલ જપ્ત 1 - image


Vadodara Liquor Crime : મધ્યપ્રદેશ વિદેશી દારૂ ભરીને આવતી ઇકો ગાડીને હાલોલ વડોદરા રોડ પરથી હરણી પોલીસે ઝડપી પાડી હતી. પોલીસે 11 હજારના વિદેશી દારૂના પાટડીયા બે મોબાઈલ અને ગાડી મળી 4.31 લાખના મુદ્દામાલ સાથે અંકલેશ્વરના બે શખ્સની ધરપકડ કરી હતી.

 31 ડીસેમ્બરને લઈને તમામ સ્ટેશન વિસ્તારમાં સતત વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ પેટ્રોલીંગની કામગીરી કરી રહ્યો હતો અને ફરતા ફરતા ગોલ્ડન ચોકડી પાસે આવતા બાતમી મળી હતી કે હાલોલ તરફથી ઇક્કો ગાડીમાં વિદેશી દારૂ ભરી ગોલ્ડન ટોલનાકા તરફ આવનાર છે. તેવી બાતમીના આધારે હાલોલથી વડોદરા તરફ આવવાના રોડ ઉપર ગોલ્ડન ટોલ નાકા તરફ આવતા રોડ પર વોચ ગોઠવી હતી. દરમિયાન ઇક્કો ગાડી નજીક આવતા તેને ઉભી રાખવી સાઇડમાં લેવડાવી ચેક કરતા જેમા વચ્ચેની સિટની નીચેના ભાગે સંતાડી રાખેલા ઇગ્લીશ દારૂના કવાટરીયા મળી આવ્યા હતા. પોલીસે દારૂ લઈને આવેલ મયુર યોગેશ પટેલ તથા અનુજ પ્રકાશ પટેલ (રહે- અંદાડા ગામ તા.અંકલેશ્વર જી.ભરુચ) ઝડપી પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂના ક્વાંટરીયા રૂપિયા 11 હજાર, બે મોબાઈલ 20 હજાર તથા ઇક્કો ગાડી રૂ.4 લાખ મળી રૂ.4.31 લાખનો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News