Get The App

વડોદરામાં પશ્ચિમ વિસ્તારના બે લાખ લોકોને કાલે સવારનું પાણી ઓછા દબાણથી ઓછો સમય અપાશે

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
વડોદરામાં પશ્ચિમ વિસ્તારના બે લાખ લોકોને કાલે સવારનું પાણી ઓછા દબાણથી ઓછો સમય અપાશે 1 - image


Vadodara Corporation : વડોદરા પાલિકા હસ્તકના શેરખી ઇન્ટેકવેલ ખાતે આવેલી સરદાર સરોવર નિગમ લી નર્મદા કેનાલમાં સરદાર સરોવર નિગમ લી દ્વારા જરૂરી મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી શહેરીજનોને આજે સવારનું પાણી આપી શકાયું નથી.

મેન્ટેનન્સની કામગીરી આજે સવારે 10 વાગે શરૂ કરવાની હોવાથી શેરખી ઇન્ટેક વેલો ખાતેથી પાણી પુરવઠો મેળવી શકાયો નથી. જેથી ખાનપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતેથી પાણી પુરવઠો મેળવતી શહેરની પશ્ચિમ વિસ્તારમાં આવેલી ગાયત્રી ટાંકીથી આજે સાંજનું પાણી વિતરણ હળવા દબાણે કે પછી ઓછા સમય માટે તથા મોડેથી કરાશે. જેથી ગાયત્રી ટાંકી વાસણા ટાંકી હરીનગર ટાંકી અને તાંદલજા ટાંકી ખાતેથી આવતીકાલે તા.27 સવારે પાણીનું વિતરણ ઓછા દબાણથી ઓછા સમય માટે અને મોડેથી કરાશે.


Google NewsGoogle News