Get The App

કાલાવડના ડુંગરાળી દેવળીયા ગામમાં પવનચક્કીની કંપનીના બે કર્મચારીઓને ધાકધમકી : રૂપિયા પાંચ લાખની માંગણી કર્યાની ફરિયાદ

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
કાલાવડના ડુંગરાળી દેવળીયા ગામમાં પવનચક્કીની કંપનીના બે કર્મચારીઓને ધાકધમકી : રૂપિયા પાંચ લાખની માંગણી કર્યાની ફરિયાદ 1 - image


Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ડુંગરાળી દેવળીયા ગામમાં ખાનગી કંપની દ્વારા પવનચક્કીઓ ફિટ કરવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે કંપનીના પ્રોજેક્ટ મેનેજર આનંદભાઈ રામભાઈ બોદર તેઓના સાથી કર્મચારી સાથે થોડા દિવસ પહેલા ડુંગરાળી દેવળીયા ગામમાંથી પસાર થઈ રહ્યા હતા.

 જે દરમિયાન ડુંગરાળી દેવડીયા ગામના રામદેવભાઈ પરબતભાઈ ઓડેદરાએ બંનેને અટકાવ્યા હતા, અને અહીંથી શું કામ ચાલો છો, તેમ કહીને ધાક ધમકી આપી હતી. ફરીથી અહીં નીકળશો તો તમારા ટાંટિયા ભાંગી નાખશું, અને અહીં પવનચક્કીનું કામ કરવું હોય તો તમારે પાંચ લાખ રૂપિયા આપવા પડશે, તેવી રીતે પૈસાની માંગણી કરી હતી.

 જેથી સમગ્ર મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસમથકમાં લઈ જવાયો હતો, પોલીસે ખાનગી કંપની ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડના પ્રોજેક્ટ મેનેજર આનંદ બોદરની ફરિયાદના આધારે રામદેવભાઈ પરબતભાઈ ઓડેદરા સામે જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. અને તેની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News