કૂવામાંથી બહાર આવતાં મજૂરથી દોરડું છૂટી જતાં નીચે રહેલા મજૂર પર ખાબકતા 2ના મોત

Updated: Mar 30th, 2024


Google NewsGoogle News
કૂવામાંથી બહાર આવતાં મજૂરથી દોરડું છૂટી જતાં નીચે રહેલા મજૂર પર ખાબકતા 2ના મોત 1 - image


બાબરાના ધરાઈ ગામે કૂવાના ખોદકામ દરમિયાન દુર્ઘટના : અમરેલી ફાયર બ્રિગેડની ટીમે ૩ કલાકની જહેમત બાદ બન્નેના મૃતદેહ બહાર કાઢ્યા

અમરેલી, : બાબરા તાલુકાના ધરાઈ ગામે કૂવાના ખોદકામ દરમિયાન અંદર કામ કરી રહેલા મજૂર દોરડાની મદદથી કૂવા બહાર નીકળી રહ્યો હતો એ વખતે હાથમાંથી દોરડું છુટી જતાં 130 ફૂટ ઊંચાઈએથી કૂવામાં ખાબકતા અને તે જ સમયે નીચે કામ કરતા મજૂર ઉપર જ પડતા વિચિત્ર અકસ્માતમાં બન્ને મજૂરના મોત નીપજયા હતાં.

બાબરા તાલુકાના ધરાઈ ગામે આવેલ વિજયભાઈ ભીખુભાઈ કાપડીયાના ખેતરના કૂવામાં પાણીના આડા દારનું કામ કરવા માટે આવેલા 3 મજૂરોમાંથી 2 મજૂરના અકસ્માતે કમકમાટી ભર્યા મોત નીપજયા હતાં. રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકાના ૩ મજૂરો પાણીનો દાર કરવા માટે આવેલા હતાં. જે ઘુસાભાઈ તવિયા દ્વારા કામ રાખવામાં આવ્યું હતું અને તેમની ાસથે વિક્રમભાઈ ગાબુ અને રસિકભાઈ તાવીયા સહિતના લોકો કૂવામાં દારની કામગીરી કરી રહ્યા હતાં. તે દરમિયાન ૧૩૦ ફૂટ ઊંડા કૂવામાં ઘુસાભાઈ બહરથી ચાવડો યંત્ર ચલાવતા હતા. જયારે તેમની સાથેના રસિકભાઈ અને વિક્રમભાઈ કૂવાની અંદરથી કામ કરી રહ્યા હતાં. તે દરમિયાન અંદરથી વિક્રમભાઈ એ અવાજ કર્યો કે મારે કૂવામાંથી બહાર આવવું છે. જેથી અંદર ચાવડાની લોખંડના તારનું દોરડું હોય તે પકડીને તેઓ ઉપર આવી રહ્યાં હતાં. આ દરમિયાન અકસ્માતે ભૂલથી વિક્રમભાઈથી દોરડું છુટી જવાને કારણે તેઓ કૂવાની અંદર રસિકભાઈની ઉપર પડતાં બંને જણા ડૂબી જવાને કારણે તેના મોત નિપજયા હતાં.

આ બનાવમાં વિક્રમભાઈ જાદવભાઈ ગાબુ (ઉ.વ. 25)  અને રસિકભાઈ દેવાભાઈ તાવિયા (ઉ.વ. 30)નું મોત થયું હતું. આ બનાવની જાણ ઘૂસાભાઈ દ્વારા વાડી માલિકને કરવામાં આવતા 108 અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હ તી. જેથી અમરેલી ફાયરની ટીમ દ્વારા ૩ કલાકની જહેમત બાદ બંને વય્ક્તિઓના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતાં. આ બનાવને લઈને બાબરા પોલીસે આગળની તપાસ શરૂ કરી હતી.


Google NewsGoogle News