Get The App

પાટણમાં સ્કોર્પિયોની બેફામ ડ્રાઇવિંગ, ટેમ્પો અને રાહદારીઓને હવામાં ફંગોળ્યા, બેના મોત, બેને ઈજા

Updated: Jan 14th, 2025

GS TEAM


Google News
Google News
Patan


Accident Incident In Patan : ઉત્તરાયણના તહેવારમાં પાટણના શંખેશ્વરમાં ગંભીર અકસ્માતની ઘટના સર્જાઈ હતી. જેમાં પૂરઝડપે આવી રહેલી સ્કોર્પિઓ કાર રોંગસાઈડમાં પરના ટેમ્પો ટ્રાવેલર સાથે ધડામ દઈને અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.

પાટણના શંખેશ્વરના જહાજ મંદિર નજીક ઓવરસ્પિડ સ્કોર્પિયો કાર ટેમ્પો ટ્રાવેલર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો સાથે કારની ટક્કર વાગતા કાર હવામાં ફંગોળાઈ હતી અને મંદિર આવેલા લોકોને કારે અડફેટે લીધા હતા. 

આ પણ વાંચો: ગાંધીનગરમાં પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું, એકબીજા પર ડંડા લઈને તૂટી પડ્યા

શંખેશ્વરમાં અકસ્માતમાં બેના મોત

સમગ્ર ઘટનામાં મંદિર પર આવેલા લોકોમાં નાસભાગ મચી હતી. અકસ્માતના આ બનાવમાં બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે બે લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. અકસ્માતમાં મૃતક અને ઈજાગ્રસ્ત શંખેશ્વરના હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી.

Tags :