વિદેશી દારૂ સાથે બેને ઝડપી પાડ્યા, પાંચ વોન્ટેડ: સ્ટેટ મોનિટરિંગ સેલે વીમા દવાખાના કમ્પાઉન્ડમાં રેડ કરી, રૂ.1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
Image Source: Freepik
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વડોદરા શહેર જિલ્લામાં ચોથીવાર સપાયો બોલાવ્યો હતો. જેના પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પ્રતાપનગર ડભોઇ રોડ પર યમુના મિલ ચાર રસ્તા પાસે વીમા દવાખાનાના કમ્પાઉન્ડમાં એસએમસીની ટીમે દરોડો પાડીને 33 હજારના દારૂના જથ્થા સાથે બે ઝડપી પાડ્યા હતા. જ્યારે પાંચ લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. દારૂ, ત્રણ વાહનો, રોકડ રકમ અને બે મોબાઇલ મળી રૂ.1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વાડી પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી.
વડોદરા જિલ્લાના સ્ટેટ જિલ્લામાં ચાલુ મહિના ચોથીવાર સપાટો બોલાવ્યો છે. ત્યારે શહેર પ્રતાપનગર ડભોઇ રોડ પર યમુના મીલ ચાર રસ્તા પાસે વિમા દવાખાના કમ્પાઉન્ડમાં દારૂનો દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે.તેવી મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. જેમાં એસએમસીની સીમે 33 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે દેવેન્દ્ર ભાવસિંગ વણઝારા, દેવેન્દ્ર ઉર્ફે અર્જુન પરમારને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂનો ધંધો કરનાર મુખ્ય આરોપી સંદિપ ઉર્ફે પુઠ્ઠો રાજુ રાજપૂત, હસમુખ ઉર્ફે બાબર વણઝારા, મેહુલ ઉર્ફે સંજય શર્મા, મયુર વણઝારા સહિતના પાંચ લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. એસએમસીની ટીમે સ્થળ પરથી દારૂનો જથ્થો, બે મોબાઇલ 10 હજાર રોકડ રકમ અને ત્રણવાહનો 85 હજાર મળી 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે વાડી પોલીસનો સ્ટાફ ઉંઘતો ઝડપાયો હતો.