Get The App

સારા નસીબ અને સંપત્તિ મેળવવાની અંધશ્રધ્ધામાં ઘુવડની બલી : સેલવાસના દુધની પંચાયતના સભ્યના પતિ સહિત બેની ધરપકડ

Updated: Nov 15th, 2024


Google NewsGoogle News
સારા નસીબ અને સંપત્તિ મેળવવાની અંધશ્રધ્ધામાં ઘુવડની બલી : સેલવાસના દુધની પંચાયતના સભ્યના પતિ સહિત બેની ધરપકડ 1 - image


Owl smuggling in Vapi : સેલવાસના કરચોંડ ગામે રહેતા દુધની પંચાયતના મહિલા સભ્યના પતિ સહિત બે શખ્સોની વન્ય પક્ષીની હેરાફેરી કરવા બદલ ધરપકડ કરાઇ છે. ઘરેથી ઘુવડ (બાર્ન આઉલ) મળી આવ્યું હતું. સારા નસીબ અને સંપત્તિ મળવાની અંધશ્રધ્ધામાં ઘુવડની બલી ચઢાવાતી હોય છે.

દા.ન.હવેલી વન વિભાગ મુંબઇ વાઇલ્ડ બશલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોના અધિકારી અને ટીમે સેલવાસના કરચોંડ ગામે રહેતા અને દુધની ગ્રામ પંચાયતના મહિલા સભ્ય કૌશલ મોહન કરપટના ઘરે છાપો માર્યો હતો. જે દરમિયાન હાથ ધરેલી તપાસમાં ધુવડ (બોર્ન આઉલ) મળી આવ્યું હતું. ગેરકાયદેસર વન્ય પક્ષી રાખવા બદલ પંચાપતના સભ્યના પતિ મોહન કરપટ અને દપાડાના ઉત્તમ મનસુ મહેલની ધરપકડ કરી ઘુવડને કબજો લીધો હતો.

અત્રે નોંધનીય છે કે લોકો સારા નસીબ અને નાણાં મળવાની અંધશ્રધ્ધામાં ધુવડ સહિતના વન્યપક્ષીની બલી ચઢાવતા હોય છે. વન્યજીવોનો શિકાર, હેરાફેરી અને ગેરકાયદે વેપાર બિનજામીનપાત્ર ફોજદારી ગુનો બને છે. અને અપરાધીને સાત વર્ષ સુધીની જેલની પણ જોગવાઇ કરાઇ છે.


Google NewsGoogle News