Get The App

સુરતમાં નશાનો વેપલો કરનારા સામે પોલીસની કાર્યવાહી, 3.94 કિલો ગાંજા સાથે 2 આરોપી ઝડપાયા

Updated: Mar 16th, 2025


Google News
Google News
Surat Police


Surat News: સુરતમાં નશાનો વેપલો કરનારા સામે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે લીંબાયત પોલીસે 3.94 કિલો ગાંજા સાથે સલમાન શેખ અને હુસેન નામના આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને બાતમીના આધારે નીલગીરી મેદાન તરફ પોલીસ વોચમાં હતી. આ દરમિયાન પોલીસના હાથે બે આરોપીઓ ઝડપાઈ ગયા હતા.

ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથધરી 

મળતી માહિતી અનુસાર, લીંબાયત પોલીસે બાતમીના આધારે સલમાન શેખ અને હુસેનની ગાંજા સાથે ધરપકડ કરી હતી. આરોપી મોપેડની ડેકીમાં ગાંજો મૂકીને લાવ્યા હતા અને ગાંજો વેચે તે પહેલા જ પોલીસે તેમને ઝડપી પાડયા હતા. ગાંજો ક્યાંથી લાવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે. 

આ પણ વાંચો: ભારતીયોની ઊંઘ હરામ, 57% ભારતીય કોર્પોરેટ્‌સમાં વિટામીન બી-12ની ખામી, સરવેના તારણ


ઉલ્લેખનીય છે કે, ભેસ્તાન પોલીસ દ્વારા એક દરોડામાં 4.178 કિલો ગાંજો, નશાકારક કોડઈન સિરપ અને ટેબલેટના મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી લેવામાં આવ્યો છે. શુભલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલમાં રેઇડ, 56,698 રૂપિયાના મુદ્દામાલ સાથે શુભમ પ્રદિપસિંહ નામના આરોપીની ધરપકડ કરી હતી.

સુરતમાં નશાનો વેપલો કરનારા સામે પોલીસની કાર્યવાહી, 3.94 કિલો ગાંજા સાથે 2 આરોપી ઝડપાયા 2 - image


Tags :
SuratganjaSurat-Police

Google News
Google News