Get The App

વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રના મર્ડર કેસ મોટી સફળતા, ફરાર બે આરોપી ઝડપાયા

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રના મર્ડર કેસ મોટી સફળતા, ફરાર બે આરોપી ઝડપાયા 1 - image


Vadodara Murder Case : વડોદરામાં નાગરવાડા વિસ્તારમાં હત્યાનો પ્રયાસ તથા એસએસજી હોસ્પીટલ ખાતે પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારને બાબરખાન પઠાણે ચાકુના ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જેમાં પોલીસે મુખ્ય આરોપી સહિત પાંચ લોકોની ધરપકડ કરી લીધી હતી. જ્યારે અન્ય પાંચ એક આરોપી ફરાર હોય પોલીસ દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન એસઓજી ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન બાતમી મળી હતી કે મર્ડરના ગુન્હામાં સંડોવાયેલા બાબર પઠાણના બંને ભાઇઓ મહેબુબ તથા સલમાન ઉર્ફે સોન પઠાણ થોડીવારમાં આજવા ચોકડી ખાતે આવવાના છે. જેના આધારે બાતમીવાળી જગ્યાએ એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી. જેવા આરોપીઓ મહેબુબ હબીબખાન પઠાણ (રહે.નાગરવાડા, વડોદરા) તથા સલમાન ઉર્ફે સોનું હબીબખાન પઠાણ (રહે. નાગરવાડા, વડોદરા)ને ઝડપી પાડ્યા હતા. મહેબુબ હબીબખાન પઠાણ ગુનાઈત ભૂતકાળ ધરાવે છે. તેના વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં 15 ઉપરાંતના ગુના પણ નોંધાયા છે.

વધુ વાંચો : વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની અંતિમયાત્રામાં 'બાબરને ફાંસી આપો, ઘર પર બુલડોઝર ફેરવોના લાગ્યા નારા'


Google NewsGoogle News