યુવકના ન્યૂડ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી 2.99 લાખ પડાવી લીધા

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
યુવકના ન્યૂડ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી 2.99 લાખ પડાવી લીધા 1 - image


એ.સી.રિપેરીંગ માટે આવેલા કારીગર સાથે મિત્રતા થયા પછી યુવકે ભૂલથી પોતાના ન્યૂડ ફોટા કારીગરને મોકલી  દીધા હતા. તે ફોટા વાયરલ કરી દેવાની ધમકી  આપી યુવક પાસે બળજબરીથી 2.99 લાખ પડાવી લઇ સતત ધમકી આપતા કારીગર સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

પ્રતાપ નગર વિસ્તારમાં રહેતા બેરોજગાર યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે  કે, હું એકલો રહું છું.મારી પત્ની, પુત્રી તથા સાસુ અલગ જગ્યાએ રહે છે. ગત માર્ચ મહિનામાં મારા ઘરે એ.સી. ખરાબ થઇ ગયું હોઇ મેં અર્બન ક્લેપ નામની એપ્લિકેશન પર ઓનલાઇન કમ્પલેન કરી હતી. તે જ દિવસે સાંજે પાંચ વાગ્યે અર્બન ક્લેપ દ્વારા ભવદિપ રમેશભાઇ કાનાની (પટેલ) ( રહે. સ્વામિ નારાયણ નિકેતન સોસાયટી, વાઘોડિયા રોડ)ને મોકલ્યો હતો. એ.સી.રિપેર થઇ જતા મેં ગૂગલ પે થી બિલનું પેમેન્ટ કર્યુ હતું.

ત્યારબાદ ભવદિપ સાથે વાતચીત થતી હતી. દરમિયાન એક દિવસ ભૂલથી મારા મોબાઇલથી ભવદિપના મોબાઇલ ફોન પર મારા ન્યૂડ ફોટો સેન્ડ થઇ ગયા હતા. ત્યારબાદ હું સૂઇ ગયો હતો. ઉઠીને મેં જોયું તો મને આ અંગેની જાણ થઇ હતી. જેથી, મેં તે ફોટા ડિલિટ કરી નાંખ્યા હતા. પરંતુ, ભવદિપે મારા  ફોટાના સ્ક્રીન શોટ લઇ લીધા હતા. મારા ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી ભવદિપ મારી પાસે રૂપિયાની માંગણી કરતો હતો. મેં કુલ 2.99 લાખ ભવદિપને ચૂકવ્યા હતા. ત્યારબાદ પણ તે સતત રૂપિયાની માંગણી કરતો હતો. પંરતુ, મારી  પાસે વધુ રૂપિયા નહીં હોવાથી મેં ના પાડી દીધી હતી. ભવદિપ મારા ઘરે આવી ગયો હતો તે જોરજોરથી દરવાજો ખખડાવતો હોઇ મેં પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. મેં ભવદિપ સામે અરજી કરી હતી. ભવદિપે મને રૂપિયા  પરત આપી દેવાનું કહ્યું હતું. પરંતુ, તેને રૂપિયા પરત આપ્યા નથી.


Google NewsGoogle News