છાણીયા ખાતરની આડમાં ૨,૬૧૬ બોટલ દારૃ-બિયરનો જથ્થો પકડાયો
દરોડો પાડીને પોલીસે બે બુટલેગરને ઝડપી લીધા
એલસીબીએ ફિલ્મી ઢબે પીછો કરીને ટ્રેક્ટરને અલુવા ગામ પાસેથી પકડયું : ૯.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત
હાલ ડ્રીંક એન્ડ ડ્રાઇવના કિસ્સા વધ્યા છે ત્યારે દારૃની
હેરાફેરી અને વેચાણ બંધ થાય તે માટે પોલીસે કમરકસી છે. જેમાં ખાસ કરીને
ગ્રામ્યવિસ્તારમાંથી આવતા દારૃના જથ્થાને પકડવા માટે બાતમીદારોને સક્રિય કરવામાં
ાવ્યા છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી બી વાળાની ટીમ નાઈટ પેટ્રોલીંગ
કરી રહી હતી.તે દરમિયાન વિજાપુર તરફથી બે
ઈસમો ટ્રેક્ટર ટ્રોલીમાં છાણીયું ખાતરની આડમાં વિદેશી દારૃનો જથ્થો ભરી ગ્રામ
ભારતી ચોકડી થઇ અલુવા તરફ જઈ રહ્યા છે તેવી બાતમી મળી હતી જેના પગલે ટીમ વોચમાં
ગોઠવાઇ ગઇ હતી અને બાતમી મુજબનું ટ્રેક્ટર આવતા તેને ઉભુ રાખવા સુચના આપી હતી
પરંતુ ચાલકે ટ્રેક્ટરને પુરઝડપે અમરાપુર ગામ તરફ ભગાડી મુક્યું હતું જેના પગલે
એલસીબીની ટીમે પણ તેનો પીછો કરીને ટ્રેક્ટરને આંતરી દીધું હતું. ટ્રેક્ટરની તલાશી
કરતા છાણીયા ખાતર ભરેલું જોવા મળ્યું હતું પરંતુ અંદરથી વધુ ફંફોસતા તેમાંથી
વિદેશી દારૃ બિયરની ૧૧૧ પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રેક્ટરચાલક સાબરકાંઠા, મઠ ગામના ઉમેદજી
કાંતીજી ઠાકોર તથા ઇડર, નવા
માથાસુર ગામના પ્રવિણભાઇ વેરશીભાઇ ઓડને પકડીને તેમની પુછપરછ કરતા આ વિદેશી દારૃનો
જથ્થો રાજસ્થાનથી લાવીને અલુવા ગામના રીઢા બુટલેગર સંજયસિંહ પૃથ્વીસિંહ રાઠોડ
ઉર્ફે એસ.પી.ને ડીલીવરી કરવા જતા હોવાની કબુલાત કરી હતી. જેથી એલસીબીએ દારૃ-બિયરના
જથ્થા સહિત કુલ ૯.૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બુટલેગરોની વધુ પુછપરછ હાથ ધરી
છે.