IOCLની આગ કાબુમાં લેવા અઢી લાખ લીટર ફોમનો મારો ચલાવ્યો, એક સબ ઓફિસરને ઈજા
Vadodara Fire in IOCL Refinery : ગુજરાત રિફાઈનરીની આગ કાબુમાં લેવા માટે વડોદરા ફાયર બ્રિગેડના એક સબ ઓફિસ અને ઈજા પહોંચી હતી.
વડોદરા ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસરે કહ્યું હતું કે, આગ ખૂબ જ વિકરાળ હતી. બાજુની ટેન્ક પણ આગની લપેટમાં આવી ગયા બાદ અન્ય ટેન્કો બચાવી લેવા માટે પાણી અને ફોર્મનો સતત મારો ચલાવી દીવાલ ઊભી કરવામાં આવી હતી. જેનું ધાર્યું પરિણામ મળ્યું હતું અને મધરાતે 1 વાગ્યા પછી આગ કાબુમાં આવવા માંડી હતી.
આગ કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા અઢી લાખ લીટર થી વધુ ફોમનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ દરમિયાન ફાયર ઓફિસર અનિરુદ્ધસિંહ ઝાલા તરફ એક મોટી ફ્લેમ આવી હતી અને તેઓ દાઝ્યા હતા. જોકે પ્રાથમિક સારવાર લીધા બાદ તેઓ ફરીથી આગ કાબુમાં લેવાની કામગીરીમાં જોડાયા હતા.