અંકલેશ્વરની ગૌશાળાના સ્વામી સહિત 3 શખ્સે 1.85 કરોડ સામે 2.29 કરોડ પડાવ્યા

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
અંકલેશ્વરની ગૌશાળાના સ્વામી સહિત 3 શખ્સે 1.85 કરોડ સામે 2.29 કરોડ પડાવ્યા 1 - image


લેબગ્રોન ડાયમંડ મશીનનો ઓર્ડર કેન્સલ કર્યા બાદ : ગીરીશ ભાલાળા અને માધવ સ્વામીએ 5 મશીનના પેમેન્ટનો હવાલો રાજકોટના વિક્રમ શિયાવળને આપ્યો તેણે પૈસા વસુલી વધારે 2.29 કરોડ પણ માંગ્યા : વરાછા મીનીબજારમાં બાલાજી લેબગ્રોન ડાયમંડના નામે ઓર્ડર આપ્યો હતો : પ્રથમ 3 મશીનનો અને ત્યાર બાદ તૈયાર થયેલા બંને મશીનના ઓર્ડર કેન્સલ કર્યા

સુરત, : સુરત જિલ્લાના ઓલપાડના સાયણ-કીમ રોડ સ્થિત સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝમાં બાલાનંદ એક્ઝીમ નામે લેબગ્રોન ડાયમંડ મશીનની ફેક્ટરી ધરાવનારને 5 મશીનનો ઓર્ડર આપ્યા બાદ તબક્કાવાર તમામ મશીનનો ઓર્ડર કેન્સલ કરી પેમેન્ટ પેટે આપેલા રૂ. 1.86 કરોડની વસુલાત માટે રાજકોટના માથાભારેને હવાલો આપી રૂ. 2.29  કરોડ પડાવી લીધા બાદ વધુ રૂ. 2.29 કરોડની માંગણી કરનાર અંકલેશ્વર-પાનોલીના ગૌશાળાના સ્વામી સહિત 3 વિરૂધ્ધ ઉત્રાણ પોલીસમાં ફરિયાદ નોઁધાય છે.

ઓલપાડના સાયણ-કીમ રોડ સ્થિત સાયણ સુગર ફેક્ટરી નજીક સનરાઇઝ ઇન્ડસ્ટ્રીઝમાં બાલાનંદ એક્ઝીમ નામે લેબગ્રોન ડાયમંડ મશીન મેન્યુફેક્ચરીંગની ભાગીદારીમાં કંપની ધરાવતા દિલીપ જેરાજભાઇ કાનાણી (ઉ.વ. 44 રહે. સહજાનંદ પ્રસ્થ, અબ્રામા રોડ, મોટા વરાછા અને મૂળ. ચિરોડા, તા. ગઢડા, બોટાદ) ને ફેબ્આરી ૨૦૨૨ માં ગિરીશ લાલજી ભાલાળા (રહે. પ્રમુખછાયા રો હાઉસ-2, યોગી ચોક, પુણા) અને ભરૂચના અંકલેશ્વરમં ગૌશાળા ચલાવતા માધવ પ્રિયદાસ સ્વામી (રહે. ગૌધામ, પાનોલી, અંકલેશ્વર, ભરૂચ) એ ભાગીદારીમાં બાલાજી લેબગ્રોન નામે વરાછા મીનબજારના ડાયમંડ વર્લ્ડમાં ધંધો કરે છે. બાલાજી લેબગ્રોન નામે ડાયમંડ મેન્યુફેક્ચરીંગ શરૂ કરવા રૂ. 1.06 કરોડનું એક એવા 5 મશીન ખરીદવાનો રૂ. 5.30 કરોડનો ઓર્ડર આપ્યો હતો. જેના એડવાન્સ પેટે ચેક અને રોકડાથી રૂ. 1.85 કરોડ ચુકવ્યા હતા. માર્ચ 2022 માં લેબગ્રોનનું માર્કેટ ઓછું છે એમ કહી 3 મશીનનો ઓર્ડર કેન્સલ કર્યો હતો અને 2 મશીન પેટે પેમેન્ટનું એડજસ્ટમેન્ટ કરી બાકી રૂ. 28 લાખ ડિલીવરી વખતે ચુકવવાનું નક્કી કર્યુ હતું. બે મશીન તૈયાર થઇ જતા દિલીપે કોલ કરી ડિલીવરી મેળવી લેવાનું કહેતા ગિરીશ સંતો સાથે મશીનની પૂજા કર્યા બાદ ડિલીવરી લેવાનો ઇન્કાર કરી બંને મશીનના ઓર્ડર પણ કેન્સલ કરી દીધા હતા. જેથી 10  મહિનામાં રૂ. 1.90 કરોડનું પેમેન્ટ ચુકવવાનું નક્કી કર્યુ હતું. પરંતુ ગિરીશ અને માધવ સ્વામીના બદલે વિક્રમ શીયાળવાએ દિલીપ પાસે ઉઘરાણીનો કોલ કરી ગિરીશ અને સ્વામીને જે પેમેન્ટ આપવાનું છે તે મને આપવાનું છે એમ કહી બંને સાથે કોન્ફ્રન્સ કોલમાં વાત કરાવી હતી. ત્યાર બાદ વિક્રમે ધાક-ધમકી આપી દિલીપ અને તેના ભાગીદાર ગણેશ કેવડીયાના ભાઇ બાબુ કેવડીયા પાસેથી ટુક્ડે-ટુક્ડે રૂ. 1.90  કરોડની સામે રૂ. 2.29 કરોડ પડાવી લીધા હતા. ત્યાર બાદ પણ ઉઘરાણી કરી તમે સમયસર પેમેન્ટ આપ્યું નથી અને અગાઉ જે રકમ ચુકવી છે તે વ્યાજ અને પેનલ્ટીની રકમ છે એમ કહી વધુ રૂ. 2.29 કરોડની ઉઘરાણી કરી ધાક-ધમકી આપી હતી. પોલીસે ગિરીશની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.


Google NewsGoogle News