Get The App

પીકઅપમાંથી રૂપિયા 4.50 લાખનો 2,250 લિટર દેશી દારૂ ઝડપાયો

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
પીકઅપમાંથી રૂપિયા 4.50 લાખનો 2,250 લિટર દેશી દારૂ ઝડપાયો 1 - image


- ને.હા.-48 રધવાનજ ટોલનાકા પરથી

- તાડપત્રી નીચેથી 75,750 કોથળા મળ્યાં : ડ્રાઈવર- ક્લિનરની અટકાયત કરવા સાથે 6 વિરૂદ્ધ ગુનો

નડિયાદ : ને.હા.-૪૮ રધવાનજ ટોલનાકા પરથી પીકઅપમાં તાડપત્રી નીચે સંતાડીને લઈ જવાતો રૂા. ૪.૫૦ લાખનો ૨,૨૫૦ લિટર દેશી દારૂ ઝડપાયો હતો. ખેડા એલસીબીએ રૂા. ૧૦.૫૭ લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવર અને ક્લિનરની ધરપકડ કરી છ શખ્સો વિરૂદ્ધ માતર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

ખેડા એલસીબી મંગળવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. ત્યારે આણંદથી અમદાવાદ પીકઅપમાં દેશી દારૂ ભરી ને.હા. નં.-૪૮ પરથી પસાર થયું હતું. પોલીસે પોલીસે રધવાનજ ટોલનાકા પર પીકઅપને ઉભી રખાવી ચાલક તેમજ તેની બાજુમાં બેઠેલા ઈસમની અટક કરી પૂછપરછ કરતા પ્રકાશ ભાનુભાઈ ભોઈ તેમજ નિર્મલ ગિરીશભાઈ ભોઈ બંને રહે. ઉમરેઠવાળા હોવાનું જણાવ્યું હતું. ઉમરેઠના વિપુલભાઈ બાબુભાઈ ભોઈએ ગાડી લઈ મોગરમાં રહેતા સંજય ઉર્ફે ટીનો પાસે મોકલ્યો હતો. જ્યાંથી સંજય અને પ્રકાશ (રહે.ચકલાસી ભાગોળ, નડિયાદ)એ દેશી દારૂ ભરી આપી સરખેજ અમદાવાદમાં રહેતા બાલાભાઈને પહોંચાડવા જણાવ્યું હતું. 

પીકઅપમાં તાડપત્રી નીચે સંતાડેલા કોથળા નંગ ૭૫,૭૫૦ કોથળીઓમાં ૨,૨૫૦ લીટર દેશી દારૂ કિંમત રૂ.૪,૫૦,૦૦૦નો મળી આવ્યો હતો. જેથી પોલીસે બંને ઈસમોની અંગજડતીમાંથી બે મોબાઇલ કિંમત રૂ.૫,૫૦૦ના તેમજ રોકડ રૂ. ૧,૨૦૦ તેમજ રૂા. ૬ લાખની પીકઅપ સહિત રૂ.૧૦,૫૬,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

આ બનાવ અંગે એલસીબી ખેડા પોલીસની ફરિયાદ આધારે માતર પોલીસે પ્રકાશ ભાનુભાઈ ભોઈ, નિર્મલ ગીરીશભાઈ ભોઈ, વિપુલ બાબુભાઈ ભોઈ તમામ રહેવાસી ઉમરેઠ જાગનાથ મહાદેવ, સંજય ઉર્ફે ટીનો રહે. મોગર, પ્રકાશ ચકલાસી ભાગોળ, નડિયાદ, બાલા ભાઈ રહે. અમદાવાદ તેમજ એક અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


Google NewsGoogle News