Get The App

સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષ સુધીના 2.24 લાખથી વધુ બાળકોનું પોલિયો રસીકરણ કરાશે

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
સુરેન્દ્રનગરમાં પાંચ વર્ષ સુધીના 2.24 લાખથી વધુ બાળકોનું પોલિયો રસીકરણ કરાશે 1 - image


- રવિવાર બાદ ડોર ટૂ ડોર રસીકરણ ઝુંબેશ યોજાશે 

- 859 બૂથ, 1719 ટીમ અને 179 સુપરવાઈઝરો પોલિયો રસીકરણની કામગીરી કરશે

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા.૮થી ૧૦ ડિસેમ્બર સુધી ત્રિદિવસીયા પોલીયો રસીકરણ અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પોલિયો રવિવાર અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકામાં શૂન્યથી પાંચ વર્ષ સુધીના ૨,૨૪,૪૪૯ બાળકોનું રસીકરણ કરવામાં આવશે. રવિવાર બાદ જિલ્લામાં ડોર ટૂ ડોર રસીકરણ ઝુંબેશ યોજાશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં આવતી કાલે તા.૦૮થી ૧૦ ડિસેમ્બર ૩ દિવસ સુધી પોલીયો રસીકરણ અભિયાન હાથધરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ ૧૦ તાલુકાના કુલ ૨,૨૧,૪૪૯ બાળકોને પોલીયો રસીના બે ટીપા પીવડાવવામાં આવશે. રસીકરણ ઝુંબેશ માટે જિલ્લાનાં ૮૫૯ બુથ ઉપર પોલિયો રસી પીવડાવવામાં આવશે. તેમજ ૧૭૯ સુપરવાઈઝરની દેખરેખ હેઠળ ૧૭૧૯ ટીમો દ્વારા બાકી રહેલા બાળકોને ઘરે-ઘરે જઈને પોલિયો રસી અપાશે. ૮૪ મોબાઈલ ટીમો દ્વારા વાડી વિસ્તારમાં રહેતા, તેમજ બહારથી કામે આવેલા શ્રમિકોના બાળકોને રસી પીવડાવવામાં આવશે. ૬૫ ટ્રાન્ઝીસ્ટ ટીમ દ્વારા રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ટોલગેટ, મેળા બજારમાં રસી પીવડાવવામાં આવશે.

ક્યાં તાલુકામાં કેટલા બાળકો

તાલુકાનું નામ બાળકોની સંખ્યા

ચોટીલા       ૨૩,૧૩૩

ચુડા              ૧૧,૦૫૯

ધ્રાંગધ્રા       ૩૩,૩૫૩

લખતર      ૧૦,૩૯૨

લીંબડી     ૨૧,૬૭૮

મુળી           ૧૭,૨૮૬

પાટડી   ૧૯,૭૮૪

સાયલા   ૧૮,૫૨૪

થાન           ૧૧,૦૬૧

વઢવાણ ૫૪,૯૮૪

કુલ... ૨,૨૧,૪૪૯


Google NewsGoogle News