રાજકીય પક્ષોના નામે દાન લઈ ટેક્સ ચોરીનું 1000 કરોડ રૂપિયાનું કૌભાંડ, બેની ધરપકડ કરાઇ

Updated: May 29th, 2024


Google NewsGoogle News
રાજકીય પક્ષોના નામે દાન લઈ ટેક્સ ચોરીનું 1000 કરોડ રૂપિયાનું કૌભાંડ, બેની ધરપકડ કરાઇ 1 - image


Tax Evasion Scam by the name of Political Parties Donation: વિવિધ રાજકીય પાર્ટીઓના નામે દાન ઉઘરાવ્યાં બાદ આવકવેરામાં કપાતનો લાભ લેતાં 1000 કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ આચરાયાની વિગતો સામે આવી છે. આ મામલે સીઆઈડી ક્રાઈમે અમદાવાદના બે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ.એન.વોરાએ આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. નોંધનીય છે કે, સીઆઈડી ક્રાઈમે પાંચ રાજકીય પાર્ટીના અધ્યક્ષ સહિતના હોદ્દેદારને પણ આરોપી બનાવ્યા છે.

આરોપીઓએ 1000 કરોડ રાજ્કીય વિવિધ પાર્ટીઓના નામે દાનમાં મેળવ્યા હતા. ત્યારબાદ દાનમાં મળેલ હોવાથી ઈન્કમટેક્ષની વિવિધ કલમ હેઠળ ખપત મેળવ્યા બાદ જુદા જુદા ખાતામાં ટ્રાન્સફર કરી કૌભાંડ આચર્યું હતું. આ મામેલ સીઆઈડી ક્રાઈમને જાણ થતા રેડ કરી મુખ્ય આરોપી ઉમંગ વિનોદભાઈ દરજી (રહે.રાણીપ) અને રવિપ્રકાશભાઈ સોની (રહે.સીજી રોડ)ની ધરપકડ કરી હતી. 

રાજકીય પક્ષોના નામે દાન લઈ ટેક્સ ચોરીનું 1000 કરોડ રૂપિયાનું કૌભાંડ, બેની ધરપકડ કરાઇ 2 - image

ત્યારબાદ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં સરકારી વકીલ મનિષા સેન્ડરે એવી રજૂઆત કરી હતી કે, આરોપીઓએ 1000 કરોડની લેવડદેવડ કરી સરકાર સાથે મોટા પાયે છેતરપિંડી કરે છે. જે ટેક્સ ચોરી કરી છે તે નાણા કબજે કરવાના છે, આરોપીઓ છેલ્લા ચાર વર્ષથી કૌભાંડ આચરતા હતા તે મામલે પુછપરછ કરવાની છે.

આરોપીઓએ અલગ અલગ જીએસટી નંબર મેળવી સમગ્ર પ્રક્રિયા કઈ રીતે કરી હતી?, આરોપીઓએ જીએસટી નંબર મેળવવા કયા કયા દસ્તાવેજ રજૂ કર્યા હતા?, આરોપીઓએ પોલીટીકલ પાર્ટી કમિશનથી ખરીદવા માટે કોણે કોણે ભલામણ કરી હતી?, આરોપીઓ ટેક્ષ બચાવવા બનાવટી બીલ, જીએસટી તથા ઈન્કમટેક્ષ ઓફિસમાં રજૂ કરેલા તે પેઢીઓના રજીસ્ટ્રેશન નંબર અને એડ્રેસની તપાસ કરવાની છે, પોલીસે રેડ કરી તે સિવાય કઈ જગ્યાએ કૌભાંડ ચાલતું હતું?

રેડ સમયે કોરા કાગળ, કોમ્પ્યુટર, પ્રિન્ટર ,પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, નકલી સ્ટેમ્પ સહિતના દસ્તાવેજ મળ્યા છે તે ક્યાં બનાવ્યા અને શું ઉપયોગ કર્યો, આરોપીઓએ બેંક એકાઉન્ટ સિવાય ક્યા ક્યા એકાઉન્ટનો ઉપયોગ થયો છે?, આરોપીઓએ ગેરકાયદેસર રકમ સંગ્રહ કરવા કઈ કઈ બેંકના લોકરનો ઉપયોગ કર્યો? આરોપી ઉંગમ પાસેથી પાસબુક, ચેકબુક, પાનકાર્ડ, 8 કરોડના ચેક મળ્યા છે તેની તપાસ કરવાની છે સહિતના મુદ્દે તપાસ કરવા 14 દિવસના રિમાન્ડની જરૂર છે.

આવી રજૂઆત બાદ કોર્ટે 14 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

રાજકીય પક્ષોના નામે દાન લઈ ટેક્સ ચોરીનું 1000 કરોડ રૂપિયાનું કૌભાંડ, બેની ધરપકડ કરાઇ 3 - image

દાનની રકમ પોલીટીકલ પાર્ટીના ખાતામાં જમા થયા બાદ કમિશન લઇ ટ્રાન્સફર કરી

તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે, આરોપીઓએ વિવિધ દાતાઓ પાસેથી પોલીટીકલ પાર્ટીઓના નામે દાનમાં રકમ મેળવી હતી. જે પોલીટીકલ પાર્ટીઓના ખાતામાં જમા થયા બાદ પોતાનું કમિશન લઈ આ રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી હતી અને દાનુ આપનારને રોકડમાં પરત કરી છે તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.

રાજકીય પક્ષોના નામે દાન લઈ ટેક્સ ચોરીનું 1000 કરોડ રૂપિયાનું કૌભાંડ, બેની ધરપકડ કરાઇ 4 - image


Google NewsGoogle News