Get The App

પૂરઝડપે વાહન ચલાવવાના 19 વર્ષ જુના કેસમાં કાર ચાલકને ત્રણ મહિનાની કેદ

ઉધના-મગદલ્લા રોડ પર મોટરસાઇકલને ટક્કર મારતા ચાલકને ઇજા થઇ હતી ઃ જોકે, એમ.વી એક્ટના ભંગના ગુનામાં નિર્દોષ ઠેરવાયો

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
પૂરઝડપે વાહન ચલાવવાના 19 વર્ષ જુના કેસમાં કાર ચાલકને ત્રણ મહિનાની કેદ 1 - image


સુરત

ઉધના-મગદલ્લા રોડ પર મોટરસાઇકલને ટક્કર મારતા ચાલકને ઇજા થઇ હતી ઃ જોકે, એમ.વી એક્ટના ભંગના ગુનામાં નિર્દોષ ઠેરવાયો

     

ઉધના મગદલ્લા રોડ પર 19 વર્ષ પહેલા પૂર ઝડપે કાર ચલાવી બાઇક સાથે અકસ્માત સર્જનાર આરોપી કાર ચાલકને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ઉમેશચંદ્ર એસ.પરમારે ત્રણ મહીનાની કેદ ,રૃ.500દંડ ન ભરે તો વધુ 15દિવસની કેદની સજા ફટકારી છે.

ફરિયાદી બાબુલાલ રાણાજી ઈન્દવે ગઈ તા.1-10-2005ના રોજ પોતાની મોટર સાયકલ પર બેસીને ઉધના મગદલ્લા રોડ સોસીયો સર્કલ પાસેથી પસાર થતા હતા.જે દરમિયાન આરોપી જયંત મણીલાલ ધુલીયા(રે.ચીકુવાડી કોમ્પ્લેક્ષ,ગુ.હા.બોર્ડ પાંડેસરા)એ પોતાની કાર બેફામ પણે ચડાવીને મોટર સાયકલને પાછળથી ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ફરિયાદી મોટર સાયકલ પરથી પડી જતાં શરીરના ભાગે મૂઢ ઈજા તથા પગની એડીના ભાગે ફ્રેકચર થતાં આરોપી વિરુધ્ધ ઈપીકો-279,337,338 તથા એમ.વી.એક્ટની કલમ-177,184ના ગુના અંગે ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

19 વર્ષ પહેલાં બનેલા વાહન  અકસ્માતના બનાવ અંગેના કેસની આજે ન્યાયિક કાર્યવાહી પુરી થતાં ફરિયાદપક્ષે એપીપી એ.ટી.પરમારની રજૂઆતો બાદ કોર્ટે આરોપી જયંત ધુલીયાને ઉપરોક્ત ગુનામાં દોષી ઠેરવી ત્રણ મહીનાની કેદ તથા રૃ.500 દંડની સજા ફટકારી છે. જ્યારે એમ.વી.એક્ટના ભંગના ગુનામાં આરોપીને  નિર્દોષ ઠરાવ્યા હતો. કોર્ટે જણાવ્યું હતું કે માત્ર આરપોપી પોતાનું વાહન પુરઝડપે ચલાવતા હોવાનું ફરિયાદીએ જણાવતા આરોપીને દોષી ઠેરવ્યો હતો. જ્યારે આરોપીએ સામાન્ય માણસ પાસે વાહન ચલાવતો હોય તેવી સાવચેતી ન રાખીને અકસ્માત સર્જ્યો ત્યારે આરોપી જ ગાડી ચલાવતા હોવાનું પુરવાર ન થયાનો નિર્દેશ આપ્યો હતો.


suratcourt

Google NewsGoogle News