સુરતમાં એક વર્ષમાં સ્ટેમ્પ ડયૂટી પેટે રૃા.1889 કરોડની આવક
વર્ષ દરમિયાન કુલ 38 હજાર કરોડના સોદા થયા
- સુરત જિલ્લાની 18 સબ રજિસ્ટ્રાર કચેરીમાં 2.67 લાખ દસ્તાવેજ નોંધણી થઇ : નવી જંત્રી કારણે રૃા.352 કરોડની આવક વધી
-બે વર્ષમાં કુલ 5.02 લાખ દસ્તાવેજ નોંધણી થઇ, 3427 કરોડની સ્ટેમ્પ ડયુટીની આવક અને 69 હજાર કરોડના સોદા થયા
સુરત
રીઅલ એસ્ટેટમાં તેજી-મંદીના માહોલ વચ્ચે નાંણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં સુરત જિલ્લાની ૧૮ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ૨,૬૭,૫૮૬ દસ્તાવેજની નોંધણી થવાની સાથે જ સરકારને રૃા.૧૮૮૯ કરોડની સ્ટેમ્પ ડયુટીની આવક થઇ હતી. આ આવક સાથે જ સુરત જિલ્લામાં અંદાજે ૩૮ હજાર કરોડના સ્થાવર-જંગમ મિલ્કતના સોદાઓ થયા છે. જે ૨૦૨૨-૨૩ના વર્ષ કરતા સાત હજાર કરોડ વધુ છે.
રાજય સરકારે દસ વર્ષથી જંત્રીના દરમાં વધારો નહીં કર્યા બાદ છેક ૧૫.૪.૨૦૨૩ થી નવી જંત્રી અમલમાં મુકી હતી. જેમાં જંત્રીના દર ડબલ કરી દેવાયા હતા. આમ જંત્રી ડબલ કરી દેવાતા આવક પણ બમણી થઇ છે. દરમ્યાન ૧.૪.૨૦૨૩ થી ૩૧.૩.૨૦૨૪ ના નાણાંકીય વર્ષ દરમ્યાન સુરત શહેરની દસ અને જિલ્લાની આઠ મળીને કુલ ૧૮ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ૨,૬૭,૫૮૬ દસ્તાવેજોની નોંધણી થઇ છે. અને તેની સામે એક દસ્તાવેજના કુલ રકમના ૪.૯ ટકા સ્ટેમ્પ ડયુટી અને એક ટકો રજિસ્ટ્રેશન ફી મળીને કુલ ૫.૯ ટકા સ્ટેમ્પ ડયુટી વસુલવામાં આવે છે. એ જોતા ૨.૬૭ લાખ દસ્તાવેજની નોંધણી સામે સરકારને અધધધ રૃા.૧૮૮૯ કરોડની સ્ટેમ્પ ડયુટીની આવક થઇ છે.
આમ આ વર્ષે સુરત શહેર અને જિલ્લામાં મકાન, રો-હાઉસ, જમીન, ફલેટ, દુકાનો કે કોઇ પણ સ્થાવર જંગમ મિલ્કતની મોટાપાયે ખરીદી-વેચાણ થવાની સાથે જ સરકારને જે ૧૮૮૯ કરોડની સ્ટેમ્પ ડયુટીની આવક થઇ છે. તેની સામે જો સોદાઓની ગણતરી કરીએ તો અધધધ સુરતમાં છેલ્લા એક વર્ષમાં ૩૮ હજાર કરોડના સોદાઓ થયા છે. જો ગત ૨૦૨૨-૨૩ માં કુલ ૨,૩૫,૨૪૨ દસ્તાવેજ નોંધણી ની સામે ૧૫૩૭ કરોડની આવક અને અંદાજે ૩૧ હજાર કરોડના સોદાઓની ઉલટ પુલટ થઇ હતી. આમ ગત વર્ષ કરતા આ વર્ષે ૩૨૩૪૪ દસ્તાવેજની નોંધણી વધુ થઇ છે. જેની સામે ૩૫૨ કરોડની આવક વધુ થતા સુરત શહેર અને જિલ્લામાં આ વર્ષે સાત હજાર કરોડના સોદાઓ વધુ થયા છે. જે એપ્રિલ-૨૦૨૪ થી નવી જંત્રી અમલમાં આવતા તેને આભારી હોવાનું દસ્તાવેજ નોંધણીના સુત્રો જણાવે છે. આમ છેલ્લા બે વર્ષમાં કુલ ૫.૦૨ લાખ દસ્તાવેજની નોંધણી થતા ૩૪૨૭ કરોડની સ્ટેમ્પ ડયુટીની આવક થતા અંદાજે ૬૯ હજાર કરોડના સોદાઓ થયા છે.
વર્ષ
દસ્તાવેજની
સંખ્યા સ્ટેમ્પ ડયુટીની થયેલા સોદા
૨૦૨૨-૨૩
૨,૩૫,૨૪૨ ૧૫૩૭
૩૧૦૦૦
૨૦૨૩-૨૪
૨,૬૭,૫૮૬ ૧૮૮૯ ૩૮૦૦૦
કુલ ૫,૦૨,૮૨૮ ૩૪૨૭ ૬૯૦૦૦
જંત્રીના દર ડબલ થતા 2024 ના પ્રથમ ત્રણ મહિનામાં આવકમાં 70 ટકા ફટકો
2023 ના પ્રથમ ત્રણ મહિનામાં રૃા.1712 કરોડ આવક જ્યારે 2024 માં રૃા.514 કરોડની જ આવક
રાજય સરકારે નવી જંત્રી અમલમાં લાવ્યા બાદ સુરત જિલ્લામાં એવી ઇફેકટ આવી છે કે ૨૦૨૪ ના ત્રણ મહિનામાં સ્ટેમ્પ ડયુટીની આવકમાં ૭૦ ટકાનો ફટકો પડયો છે.
રાજય સરકારે જયારે જંત્રીના દરોમાં વધારો કર્યો ના હતો. ત્યારે રેગ્યુલર દસ્તાવેજ નોંધાતા હતા. પરંતુ ગત ૨૦૨૩ ના જાન્યુઆરી મહિનામાં શહેરભરમાં વાતો ઉઠી હતી કે સરકાર જંત્રીના દરો વધારી રહી છે. જેના પગલે દસ્તાવેજ નોંધણીમાં ભારે ઉછાળો આવતા ૨૦૨૩ ના પ્રથમ જાન્યુઆરી, ફેબુ્રઆરી, માર્ચ મહિના મળી કુલ ત્રણ મહિનામાં સુરત શહેર અને જિલ્લાની ૧૮ સબ રજિસ્ટ્રાર કચેરીમાં ૧,૯૯,૭૨૧ દસ્તાવેજની નોધણી થતા આવક રૃા.૧૭૧૨ કરોડ થઇ હતી. એપ્રિલ મહિનાથી જંત્રી અમલમાં આવી હતી. આમ જંત્રી અમલમાં આવ્યા પહેલા દસ્તાવેજ નોંધાવવા માટે પડાપડી થઇ હતી.
જો કે સરકારે નવી જંત્રી અમલમાં લાવ્યા બાદ સિનારીયો જ બદલાઇ ગયો છે. ગત ૨૦૨૩ ના દસ્તાવેજના આંકડાની સામે ૨૦૨૪ ના જાન્યુઆરી, ફેબુ્રઆરી, માર્ચ મહિનો આ ત્રણ મહિનામાં કુલ ૬૮૩૧૧ જ દસ્તાવેજ નોંધાતા સ્ટેમ્પ ડયુટીની આવક રૃા.૫૧૪ કરોડની થઇ છે. આમ ૨૦૨૩ ના પ્રથમ ત્રણ મહિના કરતા ચાલુ વર્ષ ૨૦૨૪ માં ૧,૩૧,૪૧૦ ઓછા દસ્તાવેજ નોંધાવવાની સાથે સ્ટેમ્પ ડયુટીની આવકમાં અધધધ રૃા.૧૧૯૭ કરોડનો ફટકો પડયો છે. આમ ૨૦૨૩ કરતા ૨૦૨૪ માં સ્ટેમ્પ ડયુટીની આવકમાં ૭૦ ટકા નો ઘટાડો થયો છે.
વર્ષ દસ્તાવેજની સ્ટેમ્પ ડયુટીની
૨૦૨૩ ૧,૯૯,૭૨૧ ૧૭૧૨.૦૮
૨૦૨૪ ૬૮૩૧૧ ૫૧૪.૮૨
કુલ -૧,૩૧,૪૧૦ -૧૧૯૭.૨૬