જામનગરમાં લાલપુર રોડ મયુરગ્રીન-1 માર્ગે થી કારનાં ચોર ખાના માથી દારૂની 180 બોટલોનો જથ્થો મળ્યો
જામનગર નાં મયુરગ્રીન વિસ્તાર મા એક મોટર નાં ચોર ખાના માંથી ૧૮૦ નંગ દારૂ ની બોટલ નો જથ્થો એલ સી. બી પોલીસે શોધી કાઢી એક આરોપી ની ધરપકડ કરી હતી.
જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ ની સૂચના થી એલ. સી. બી .નાં પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ કરવમાં આવી રહ્યુ હતું.દરમ્યાન સ્ટાફ ને મળેલ ખાનગી હકિકત નાં આધારે લાલપુર રોડ મયુરગ્રીન-1 વિસ્તાર મા ક્રિપાશંકર ઓમકારનાથ શર્મા ( ઉ.વ.55 , રહે. ઉતરપ્રદેશ ) વાળા ની સેન્ટ્રોકાર એચ.આર.26 એ.વાય.0490 મા ચોર ખાના બનાવેલ છે અને તેમાં ઇંગ્લીશ દારૂની બોટલ નો જથ્થો છે આ બાતમી નાં આધારે પોલીસે દરોડો પાડી કાર માંથી રૂ.90 હજાર ની કિંમત નો 180 દારૂ ની બોટલ નો જથ્થો મળી આવ્યો હતો .આથી પોલીસે દારૂ અને કાર કબજે કરી આરોપી ની ધરપકડ કરી હતી.
આરોપી દારૂ દારૂ આ નો જથ્થો દિલ્હી થી લઇ આવ્યો હતો. અને જામનગર મા વિશાલ પ્રવિણભાઇ માવ (રહે.કિશાનચોક જામનગર )તથા આશુબા સોઢા (રહે.આયુર્વેદિક કેમ્પસ જામનગર )વાળા એ આ દારૂ મંગાવ્યો હતો.