આણંદના ઉમરેઠમાં 18 વર્ષની યુવતી પર દુષ્કર્મ, 'મમ્મી બોલાવે છે એમ કહીને પોતાના ઘરે લઈ ગયો'
Anand News : રાજ્યમાં દિવસે ને દિવસે દુષ્કર્મ અને છેડતીના કિસ્સામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે આણંદના ઉમરેઠથી વધુ એક દુર્ષ્કમની ઘટનાનો બનાવ સામે આવ્યો છે.
એકલતાનો લાભ લઇને યુવતિની મરજી વિરૂદ્ધ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ પોતાના ઘરે પહોંચી પરિવારજનોને સમગ્ર ઘટનાની વિશે જાણ કરતાં પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત 17 જાન્યુઆરીના રોજ આરોપી પાર્થ રાજુભાઇ રાવળે યુવતીને મમ્મી બોલાવે છે એમ કહીને એક્ટિવા પર બેસાડીને પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં ઘરમાં કોઇ ન હોવાથી એકલતાનો લાભ લઇને યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. તકનો લાભ જોઇને યુવતી ત્યાં ભાગીને ઘરે પહોંચી હતી. ત્યારે તેણે સમગ્ર ઘટના વિશે પરિવારજનો જાણ કરી હતી.
ત્યારબાદ યુવતીએ ફરિયાદ કરતાં આણંદ જિલ્લા પોલીસ અધીક્ષક જી.જી.જસાણીના નેતૃત્વમાં ઉમરેઠ પોલીસ સ્ટેશને કાર્યવાહી કરી હતી. પોલીસે ગુનાની ગંભીરતાની નોંધ લઇ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી હતી.