Get The App

ભુજમાં બોરવેલમાં ખાબકેલી યુવતીના કેસમાં વળાંક, આપઘાતનો પ્રયાસ હોવાની શક્યતા

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
ભુજમાં બોરવેલમાં ખાબકેલી યુવતીના કેસમાં વળાંક, આપઘાતનો પ્રયાસ હોવાની શક્યતા 1 - image


Girl falls into borewell In Bhuj: ભુજના કંઢેરાઈ ગામે આજે (છઠ્ઠી જાન્યુઆરી) વહેલી સવારે 6 વાગ્યે એક યુવતી 500 ફૂટ ઊંડા બોરવેલમાં ગરકાવ થઈ હતી, હાલ BSF, ફાયર બ્રિગેડ સહિતની વિવિધ ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. યુવતી હાલ બોરવેલમાં 460 ફૂટ પર ફસાઈ છે. આ ઘટનાને લઈને ચોંકવનારી વિગતો સામે આવી છે. બોરવેલ બંધ હોવા છતાં જે રીતે ઘટના બની છે તે જોતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.  

ભુજમાં બોરવેલમાં ખાબકેલી યુવતીના કેસમાં વળાંક, આપઘાતનો પ્રયાસ હોવાની શક્યતા 2 - image

મનદુ:ખના કારણે પગલુ ભર્યાની આશંકા

યુવતીની 5 મહિના પહેલા સગાઈ થઈ હતી, ગઈકાલે તેણે તેના મંગેતર સાથે ફોન પર વાત કરી હતી, કદાચ બન્ને વચ્ચે મનદુ:ખના કારણે યુવતીએ આ પગલુ ભર્યુ હોવાની આશંકા જતાવાઈ રહી છે.

માતા-પિતા નાનપણમાં ગુજરી ગયા હતા

મળતી માહિતી અનુસાર, 21 વર્ષની યુવતીનું નામ ઈન્દ્રાબેન કાનાજી મીણા છે, જે મૂળ રાજસ્થાનના પ્રતાપગઢની વતની છે. વાડી માલિક રમેશભાઈ ઠક્કરને ત્યાં યુવતીનો પિતરાઈ ભાઈ વર્ષોથી કામ કરે છે. યુવતીના માતા પિતા નાનપણમાં ગુજરી ગયા હતા, જેથી તે તેના પિતરાઈ ભાઈ સાથે જ વર્ષોથી રહે છે. વહેલી સવારે 5 વાગ્યે બે બહેનો બાથરૂમ જવા બહાર નીકળી હતી, એક પછી ગઈ પણ બીજી બહેન પરત આવી નહોતી, થોડીવારમાં બોરમાંથી બચાવોનો અવાજ આવવા લાગ્યો હતો. જેથી ઘરના લોકો બહાર દોડી આવ્યા હતા. અને ભાઈએ વાડી માલિકને સમગ્ર બાબતે જાણ કરી હતી.

ભુજમાં બોરવેલમાં ખાબકેલી યુવતીના કેસમાં વળાંક, આપઘાતનો પ્રયાસ હોવાની શક્યતા 3 - image

બંધ બોરવેલ ખોલી યુવતી કુદી? 

મહત્ત્વની વાત એ છે કે જે બોરવેલમાં યુવતી પડી છે તે બોરવેલ સજ્જડ રીતે બંધ કરેલો હતો. એટલે કે બોરવેલની ઉપર ઊંધુ તગારુ મુકી તેના પર ચાર મોટા ભારે પથ્થરો મુકેલા હતા, અને તેના પર કાંટાની વાડ પણ નાંખેલી હતી. આ બધુ હટાવી યુવતી સવારે 5 વાગે બોરમાં કુદી હોવાની શક્યતા જોવાઈ રહી છે.

બોરવેલમાં 460 ફૂટે ફસાઈ યુવતી

હાલ ઘટના સ્થળ પર ઈન્ડિયાન આર્મી, BSF, કચ્છ કલેક્ટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સૂંડા, આરોગ્ય વિભાગની અને પધ્ધર પોલીસ સ્ટેશનની ટીમ હાજર છે. જ્યારે NDRFની ટીમ પહોંચવાની તૈયારીમાં છે. યુવતી બોરવેલમાં 460 ફૂટે ફસાઈ છે. હાલ બોરવેલમાં ઓક્સિજન સપ્લાય ચાલુ કરાયો છે, આ સાથે કેમેરો પણ બોરવેલમાં ઉતારાયો છે. તો લોખંડનો હુક નાખી યુવતીને બહાર કાઢવાના પ્રયાસ પણ ચાલુ છે.

ભુજમાં બોરવેલમાં ખાબકેલી યુવતીના કેસમાં વળાંક, આપઘાતનો પ્રયાસ હોવાની શક્યતા 4 - image


વિવિધ ટીમ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઈ

આ ઘટનાની જાણકારી મળતાં ભુજમાં સંચાલિત ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ઘટનાના પગલે કચ્છ જિલ્લા પોલીસ વડા, ભુજ વહીવટી તંત્રની ટીમ સાથે ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે. 

ભુજમાં બોરવેલમાં ખાબકેલી યુવતીના કેસમાં વળાંક, આપઘાતનો પ્રયાસ હોવાની શક્યતા 5 - image



Google NewsGoogle News