ગુજરાતમાં અવિરત મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 178 તાલુકા વરસાદથી તરબોળ, સૌથી વધુ લાખણીમાં

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
Gujarat rain representative image


Gujarat Rain Update: ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ થયા હતા. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે. જો કે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ક્યાંક આભ ફાટ્યું છે. જેના પગલે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 178 તાલુકામાં વરસાદ નોધાયો છે. જેમાં સૌથી વધુ સૌથી વધુ લાખણીમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 

આ જિલ્લામાં વરસાદની આગાહી

ગુજરાતમાં અવિરત મેઘસવારી જોવા મળી રહી છે. રાજ્યના અનેક જિલ્લા વરસાદથી તરબોળ થયા છે. મંગળવારે (2 જૂલાઈ) 50 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેમાં અડધોઅડધ તાલુકા ઉત્તર ગુજરાતના હતા. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા ગીર સોમનાથ, કચ્છમાં ભારે થી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 

IMD rain forcast in Gujarat

આજે સવારથી અનેક વિસ્તારમાં વરસાદી માહોલ

હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદનું પ્રભુત્વ રહેશે. રાજ્યમાં આજે સવારથી જ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 22 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં મહિસાગરના બાલાસિનોર તાલુકામાં સૌથી વધુ 13 મિ.મી નોંધાયો છે. 

ગુજરાતમાં અવિરત મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 178 તાલુકા વરસાદથી તરબોળ, સૌથી વધુ લાખણીમાં 3 - image

હળવદમાં બ્રહ્માણી નદી પરનો બેઠો પુલ ધોવાયો

હળવદ તાલુકામાં બ્રહ્માણી નદીમાં પુર આવતા ચાર ગામોને જોડતો બેઠો પુલ ધોવાઈ ગયો હતો. જેના કારણે ચાડધરા, રાયસંગપુર, નવા રાયસંગપુર અને મયુરનગર ગામના લોકો સંપર્ક વિહોણા બન ગયા છે. સદનસીબે દુર્ઘટના સમયે બેઠા પુલ પર સ્વર કોઈ અવર-જવર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. ગ્રામજનોના વર્ષથી જર્જરિત અગાઉ પણ વર્ષ 2006 અને વર્ષ 2018માં નદી પરને આ પુલ તૂટી ગયો હતો. આ ત્રીજી વખત તૂટ્યો છે. 

બ્રહ્માણી-2 ડેમના દરવાજા ખોલાયા હતા

બીજી તરફ ઉપરવાસમાં સારો વરસાદ થતા 4,397 ક્યુસેક પાણીની આવક થતા હળવદના સુસવાવ ગામ પાસે બ્રહ્માણી-2 ડેમના પાંચ દરવાજા 3 મીટર સુધી ખોલાયા હતા. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલા 13 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુસવાવ, ટીકર, મિયાણી, મયુર નગર, માનગઢ, ખોડ, કેદારિયા, ચાડધ્રા, અજિતગઢ, અને રાયસંગપુર સહીતના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

શેત્રુંજી ડેમમાં 4181 ક્યૂસેક પાણીની આવક થઈ

ઉપરવાસના ગીર પંથક અને અમરેલી જિલ્લામાં પડેલા વરસાદને પગલે ભાવનગરના શેત્રુંજી ડેમમાં 4181 ક્યૂસેક પાણીની આવક થઈ છે અને ડેમની સપાટી 50.10 મીટરે છે. અમરેલીના ખોડીયાર ડેમની સપાટી 196.98 મીટરે છે તથા ભાવનગર શહેરના ગૌરીશંકર તળાવ (બોરતળાવ)ની સપાટી 34.4 ફૂટ નોંધાઈ છે.

ગુજરાતમાં અવિરત મેઘમહેર, છેલ્લા 24 કલાકમાં 178 તાલુકા વરસાદથી તરબોળ, સૌથી વધુ લાખણીમાં 4 - image


Google NewsGoogle News