ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટાપાયે બદલીના આદેશ, 171 અધિકારીઓના કરાયા ટ્રાન્સફર
Gandhinagar News: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB)માં મોટાપાયે બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા GPCBના કુલ 171 અધિકારીઓની બદલી કરાઈ છે. જેમાં વૈજ્ઞાનિક અધિકારીઓ, સિનિયર વૈજ્ઞાનિક અધિકારીઓ, નાયબ પર્યાવરણ ઈજનેરો, મદદનીશ પર્યાવરણ ઈજનેરોના અધિકારીઓનો સમાવેશ થાય છે.
વૈજ્ઞાનિક અધિકારીઓ: વર્ગ-2ના 60 વૈજ્ઞાનિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સંપૂર્ણ યાદી વાંચવા માટે અહીં ક્લિક કરો.
સિનિયર વૈજ્ઞાનિક અધિકારીઓ: વર્ગ-1ના 10 સિનિયર વૈજ્ઞાનિક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સંપૂર્ણ યાદી વાંચવા માટે અહીં ક્લિક કરો.
નાયબ પર્યાવરણ ઈજનેરો: વર્ગ-2ના 34 નાયબ પર્યાવરણ ઈજનેરોની બદલી કરવામાં આવી છે. સંપૂર્ણ યાદી વાંચવા માટે અહીં ક્લિક કરો.
મદદનીશ પર્યાવરણ ઈજનેરો: વર્ગ-2ના 67 મદદનીશ પર્યાવરણ ઈજનેરોની બદલી કરવામાં આવી છે. સંપૂર્ણ યાદી વાંચવા માટે અહીં ક્લિક કરો.
આ બદલીના કારણો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા નથી. જોકે, આવા ફેરફારો સામાન્ય રીતે કાર્યક્ષમતા વધારવા માટે કરવામાં આવતા હોય છે. આ બદલીથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી પર કેવી અસર પડશે તે જોવું રહ્યું. જોકે, બોર્ડમાં નવા ફેરફારથી કામમાં સુધારો થાય તેવી શક્યતાઓ દર્શાવાય રહી છે.