Get The App

સુરત પાલિકામાં કોમ્પ્યુટર ઓપરેટર પુરા પાડવા માટે હાલના ભાવ કરતાં 1700 પ્રતિ ઓપરેટર ઓછા ભાવની ઓફર કરી

Updated: Dec 6th, 2024


Google NewsGoogle News
સુરત પાલિકામાં કોમ્પ્યુટર ઓપરેટર પુરા પાડવા માટે હાલના ભાવ કરતાં 1700 પ્રતિ ઓપરેટર ઓછા ભાવની ઓફર કરી 1 - image


સુરત પાલિકામાં હાલમાં કોમ્પ્યુટર ઓપરેટરની કોન્ટ્રાક્ટ પર ભરતી માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. તેમાં મેન પાવર સપ્લાય કરનારી બે એજન્સીના એક સરખા ભાવ આવ્યા છે અને તે પણ ગત વર્ષના ભાવ કરતાં  પ્રતિ કોમ્પ્યુટર ઓપરેટર દીઠ 1700 રૂપિયા ઓછા ભરવામા આવ્યા છે. બે એજન્સી એક સરખો ઓછો ભાવ ભરે તેના કારણે  પાલિકામાં મેન પાવર સપ્લાય કરનારી એજન્સીઓની પણ રિંગ બની છે? તેવી વાતો પાલિકામાં શરુ થઈ ગઈ છે.  એક તરફ મોંઘવારી વધી રહી છે તો બીજી તરફ ઓછા ભાવ ભરાતા એજન્સીની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે. 

સુરત સહિત સમગ્ર ભારતમાં મોંઘવારી વધી રહી છે પરંતુ પાલિકાના કોન્ટ્રાક્ટરોને મોંઘવારી નડતી ન હોય તેવી ઓફર કેટલીક મેન પાવર સપ્લાય કરનારી એજન્સીએ પાલિકા સમક્ષ મૂકી છે તે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે. સુરત પાલિકાના વિવિધ વિભાગોમાં કોન્ટ્રાક્ટ પર 740 જેટલા કોમ્પ્યુટર ઓપરેટરની જરૂર છે. આ કમ્પ્યુટર ઓપરેટર પુરા  પાડવાનો મલાઈદાર કોન્ટ્રાક્ટમાં એક ને એક એજન્સી જ આવે છે. સુરત પાલિકાના મેન પાવર સપ્લાય કરનારી એજન્સીમાં આકાર અને સુકાની એચ આર મેનેજમેન્ટ જ હોય છે. પાલિકા અને શિક્ષણ સમિતિમાં પણ આ એજન્સીને કામ આપવામાં આવી રહ્યું છે. 

આ પહેલા આ એજન્સીઓએ સુરત પાલિકાને કોમ્પ્યુટર ઓપરેટર પુરા પાડ્યા હતા જેમાં  પ્રતિ કોમ્પ્યુટર ઓપરેટર દીઠ પ્ટેમ્બર 2023ના રોજ બંને ઍજન્સીઓને ને જીઍસટી સિવાય પ્રતિ ઓપરેટરર ï19300  લેખે વસુલ્યા હતા. જ્યારે અન્ય બે વર્ષ 10-10 ટકા ભાવવધારો આપવાની શરતે ત્રણ વર્ષ માટે કોન્ટ્રાક્ટ સોîપણીનો ઠરાવ થયો હતો. જોકે, હાલમાં જે દરખાસ્ત આવી છે. તેમાં આ બન્ને એજન્સીનો એક સરખો ભાવ આવ્યો છે.  બન્ને એજન્સીએ પ્રતિ કોમ્પ્યુટર ઓપરેટર દીઠ 17644 ભાવ ભર્યા છે જેના કારણે વાર્ષિક કોન્ટ્રાક્ટર 15.66 કરોડનો થાય છે.  આ ઉપરાંત કામગીરી સંતોષકારક હોય તો બે વર્ષ માટે વધુ મુદત લંબાવવા માટેનો ઉલ્લેખ દરખાસ્તમાં કરવામા આવ્યો છે. 

હાલમાં જ કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થું વધારવા માટેની જાહેરાત કરવામાં આવી છે.  સરકાર દ્વારા કર્મચારીઓના ટી એ અને ડીએમાં વધારો કરીને હાલ મોંઘવારી વધી રહી છે તે કબુલી રહી છે તો બીજી તરફ પાલિકાના કોન્ટ્રાક્ટરો ગત વર્ષ કરતા ઓછા ભાવ ભરીને મલાઈદાર કોન્ટ્રાક્ટ લઈ રહ્યાં છે તેના કારણે આ ભાવ વર્કેબલ છે કે નહીં અથવા તો કર્મચારીઓનું શોષણ થાય છે કે નહીં તેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે.  જોકે, પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા છે તેમાં પાલિકાને આર્થિક ફાયદો થઈ રહ્યો છે તેથી પાલિકાએ અન્ય કોઈ વાત ધ્યાને લીધી નથી પરંતુ  ડ્રાઈવર કંડકટરની જેમ  કોમ્પ્યુટર ઓપરેટરની પણ આર્થિક શોષણ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી


Google NewsGoogle News