Get The App

સુરતમાં રેસિંગનો શોખ ભારે પડ્યો, કાર પલટી ખાઇ જતાં 17 વર્ષની વિદ્યાર્થીનીનું મોત, 3ને ઇજા

Updated: Jan 17th, 2025


Google News
Google News
સુરતમાં રેસિંગનો શોખ ભારે પડ્યો, કાર પલટી ખાઇ જતાં 17 વર્ષની વિદ્યાર્થીનીનું મોત, 3ને ઇજા 1 - image


Surat Car Accident : સુરત શહેરમાંથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. માતા-પિતા બાળકોની મનમાની સામે ઝૂકી અથવા મિત્રો સાથે ફરવા માટે ગાડીની ચાવી આપી દેતા હોય છે. ત્યારે બાળકો બેજવાબદાર બની બેફામ ડ્રાઇવિંગ અથવા રેસિંગ કરીને અકસ્માત સર્જતા હોય છે. આવો જ એક કિસ્સો સુરત શહેરમાંથી સામે આવ્યો છે. જેમાં શહેરના ખજોદ રોડ પર ગુરુવારે સાંજે કાર પલટી ખાઇ જતાં સજાયેલા અકસ્માતમાં ઇજા પામેલા ચાર મિત્રો પૈકી ગંભીર ઈજા પામેલા વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું.

સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ વેસુ વિસ્તારમાં પોદાર રેસીડેન્સીમાં સુભાષભાઈ ચૌધરી 18 વર્ષીય પુત્ર રાહુલ ગુરુવારે બપોરે મિત્રો સાહીલ બાવા, શોષ શર્મા તેમજ દિશા ભોખડિયા (ઉ.વ.17 રહે- વેસુ રોડ) સાથે આજે સાંજે કારમાં બુર્સની અંદર ફરવા ગયા હતા. તે સમયે ડાયમંડ બુર્સ રોડ પર કાર પલટી અકસ્માત સર્જાયો હતો, જેમા દિશાને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યાં 108ના સ્ટાફે દિશાને મૃત જાહેર કરી હતી. 


આ અંગે પોલીસને જાણ થતા ત્યાં દોડી આવી કાર્યવાહી કરીને મૃતદેહને નવી સિવિલમાં ખસેડાયો હતો. કાર ચાલક રાહુલ ચૌધરી અને બે મિત્રોને સામાન્ય ઈજા પહોંચી હતી. દિશા ઉધના ખાતેની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તથા સાહીલ ડુમસ રોડ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમજ શોર્ય શર્મા વેસુ વિસ્તારમાં સ્કૂલમાં અભ્યાસ કરે છે. જ્યારે રાહુલ ના પિતા સુભાષભાઈ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જ્યારે રાહુલ ભગવાન મહાવીર કોલેજમાં અભ્યાસ કરે છે. યુવતીના મોતથી પરિવારજનો પર મુસીબતનું આભ તૂટી પડ્યું છે. આ મામલે અલથાણ પોલીસે કાર ચાલક રાહુલ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Tags :