રાજકોટમાં 17 વર્ષીય સગીરનો આપઘાત, વહેલી સવારે નમાજ પઢવાની ચાદર વડે ગળેફાંસો ખાધો
Self-Destruction in Rajkot: રાજકોટના ગોંડલ રોડ પર આવેલી બાળ સંરક્ષણ ગૃહમાં 17 વર્ષીય સગીરે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. આજે (21મી ફેબ્રુઆરી) વહેલી સગીરે સવારે નમાજ પઢવાની ચાદરથી ગળાફાંસો ખાઈ લીધો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી એફએસએલને સાથે રાખી પંચનામા સહીતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગોંડલ રોડ પર આવેલ સૌરાષ્ટ્રની એકમાત્ર બાળ સંરક્ષણ ગૃહમાં 17 વર્ષીય પરવેઝ એશાન અલી નુરાનીએ આજે વહેલી સવારે નમાજ પઢવાની ચાદરથી ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારે અન્ય બાળ આરોપી જગ્યા બાદ તેમણે મૃતદેહ લટકતો જોઈ ઝોનલ ઓબઝર્વેશન હોમ તંત્રને જાણ કરી હતી. જે બાદ મામલામાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં વીજગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત, સરકારે વિધાનસભામાં આપી માહિતી
આ ઘટનાને લઈને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને એફએસએલ ટીમને સાથે રાખી તપાસ શરૂ કરી હતી. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને પોલીસે આપઘાત પાછળનું કારણ શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.