પોલીસ કર્મચારીના પુત્ર સહિત ૧૭ જુગારીઓ ઝડપાયા
જુગારીઓમાં એક મહિલા અને સગીર પણ સામેલ : બે લાખ ઉપરાંતની મતા કબજે
વડોદરા,લાલબાગ કુંભારવાડા રેલવે ક્રોસિંગની બાજુમાં વ્હાઇટ હાઉસની પાછળ જુગાર રમતા પોલીસ કર્મચારીના પુત્ર સહિત ૧૭ જુગારીઓને નવાપુરા પોલીસે ઝડપી પાડી બે લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
નવાપુરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, લાલબાગ વિસ્તારમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી,પી.આઇ. એમ.એસ.અસારીની સૂચના મુજબ રાતે દોઢ વાગ્યે પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ૧૭ જુગારીઓ ઝડપાઇ ગયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા ૪૫,૧૫૦ તથા ૧૪ મોબાઇલ ફોન મળી કુલ રૃપિયા ૨.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (૧) પુરૃષોત્તમ લાલભાઇ ચૌહાણ (૨) સમાધાન ધર્મરાજભાઇ પાટિલ (૩) વિપુલ રમેશભાઇ વાઘેલા (૪) બાદલ રમેશભાઇ સોલંકી (૫)જીગર ચીમનભાઇપંચાલ (૬) વિશાલ દિલીપભાઇ આહીરે (૭) પરેશ નિર્મલસિંઘ ઠાકોર (૮) ધર્મેશ અશોકભાઇ માળી (૯) પાર્થ કિશોરભાઇ મહાડિક (૧૦) સુરેખાબેન બાબુરાવ આહીરે (તમામ રહે. દંતેશ્વર) (૧૧) અર્જુન કનૈયાલાલ કોરી (રહે.વિજયવાડી, ઝવેરનગર પાસે) (૧૨) દિલાવર રૃસ્તમભાઇ દિવાન (૧૩) અક્ષય બાકીરાવ ગોલ્હાર (રહે. શ્રી સિદ્ધેશ્વર હિલ એપાર્ટમેન્ટ, તરસાલી હાઇવે ) (૧૪) દેવરાજ જગદીશભાઇ કહાર (રહે.કબીર નગર, બાપોદ જકાત નાકા) (૧૫) નિતેશ નારિયાભાઇ રાઠવા (રહે. પોલીસ હેડ ક્વાટર્સ) (૧૬) સાગર અશોકભાઇ સોની (રહે. હીરાબા નગર, બાપોદ જકાતનાકા પાસે) તથા (૧૭) ૧૭ વર્ષના કિશોરનો સમાવેશ થાય છે.