વડોદરા પોલીસનો દરોડો : 17 જુગારીઓ બે લાખની મતા સાથે ઝડપાયા
Vadodara Gambling Crime : લાલબાગ કુંભારવાડા રેલવે ક્રોસિંગની બાજુમાં વ્હાઇટ હાઉસની પાછળ કેટલાક લોકો ભેગા થઈને જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેથી પીઆઇ એસ.એમ.અસારીને સુચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રાત્રે દોઢ વાગ્યે જઈને તપાસ કરતા 17 જુગારીયો સ્થળ પરથી પકડાયા હતા. જેમાં 17 વર્ષના એક કિશોર તથા મહિલાનો પણ સમાવેશ થાય છે. પોલીસે જુગારીઓ પાસેથી 14 મોબાઈલ ફોન કિંમત રૂપિયા 1.60 લાખ રોકડા 45,000 મળી કુલ 2.05 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.