ગોંડલમાં મેમણ સમાજનાં જમાતખાનામાં ઘોડીપાસાનો જૂગાર રમતા 17 ઝડપાયા
લગ્નપ્રસંગે જમાતખાનાનો હોલ ભાડે અપાયો હતો
રૂા.૧.૬૧ લાખના મુદ્દામાલ કબજે લેેવાયો, એક અઠવાડિયામાં બીજો દરોડો
પ્રાપ્ત વિગત મુજબ નાની બજારમાં આવેલા મેમણ જમાત ખાનામાં મોટીબજાર મતવા ઢોરાએ રહેતો જાવેદ નીશાર નામાણી નાલ ઉઘરાવી ઘોડીપાસાનો જુગાર રમાડતો હોવાની બાતમીએ ડીવીઝન પોલીસ ને મળતા ગત મોડીરાતે પીઆઇ. ડામોર તથા સ્ટાફે દરોડો પાડી ઘોડીપાસાના જુગાર રમતા ગોંડલના નાસીર ડાડા ખીરાણી, રમઝાન ઉર્ફે ભોપલો રજાક ગોરી, જોની કિરીટ બાટવીયા, રઈશ અસરફ ભીખરાણી, મુખ્તાર સીદીક ખીરાણી, અહેમદ હાસમ ખીરાણી, હમીદ ઈદરીસ નાગાણી, હત્પશેન ઉર્ફે ગભો જુમા આદમાણી, સંચાલક જાવેદ નીશાર નાગાણી તથા રજાક મામદ દલવાણી ઉપરાંત જેતપુરથી રમવા આવેલા સુનીલ પરસોતમ જાદવ, દર્શન વિનુ ખાચરીયા, અખ્તર સીદીક મુસાણી, સાહીદ ઈસ્માઈલ લાખાણી, નઝીર ગની રફાઈ, વિશાલ બાબુ માધાણી, નઈમ અસરફ મારફતીયા મળી ૧૭ શખ્સોને ઝડપી લીધા હતા. આ સ્થળેથી ૧૦૨૦૦ રોકડ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂા.૧,૬૧,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
જમાતખાનામાં પડેલા જુગારનો દરોડો શહેરભરમાં ચચત બન્યો હોય મેમણ સમાજનાં પૂર્વ પ્રમુખ આસિફભાઇ જકરીયા જણાવ્યું કે જમાતખાનુ મેમણ સમાજને પ્રસંગે નિયમ મજબ ભાડે અપાતી હોય છે.ગઇકાલે અમીરમીયા ઉર્ફ લાલાબાપુને દિકરાનાં લગ્ન પ્રસંગે ભાડે અપાયંુ હતું.જુગારમાં જેનું મુખ્ય નામ છે તે અમીરમીયાનાં ભાઇ થાય છે.આ બનાવ સાથે જમાતખાનાનાં સંચાલકોને કોઇ સબંધ નથી.તેવું જણાવ્યું હતું.