નર્મદ યુનિ.ના ૫૫માં પદવીદાન સમારોહમાં 17,375 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
નર્મદ યુનિ.ના ૫૫માં પદવીદાન સમારોહમાં 17,375 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે 1 - image


- 12 ફેકલ્ટીના વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તેપદવી પ્રમાણપત્રો અપાશે : સૌથીવધુ કોમર્સ ફેકલ્ટીના 7616 વિદ્યાર્થીઓ

        સુરત

નર્મદ યુનિવર્સિટી દ્વારા આગામી ૨૬ મી ફેબુ્રઆરીએ યોજાનારા ૫૫ માં વાર્ષિક પદવીદાન સમારંભમાં આ વર્ષે કુલ ૧૨ ફેકલ્ટીના ૧૭૩૭૫ વિદ્યાર્થીઓને રાજયપાલના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ વર્ષે પણ કોર્મસ ફેકલ્ટીના સૌથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે. છેલ્લા છ વર્ષમાં નર્મદ યુનિવર્સિટીમાં ૨.૫૫  વિદ્યાર્થીઓએ ડિગ્રી સર્ટિફિકેટ મેળવ્યા છે.

નર્મદ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે વર્ષમાં બે વખત કોન્વોકેશન યોજવામાં આવે છે. જેમાં રનિગ વર્ષમાં તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ ડિગ્રી મેળવતા હોય છે. આ વર્ષે ૨૬ મી ફેબુ્રઆરીના રોજ યુનિવર્સિટીના કોન્વોકેશન હોલમાં પદવીદાન સમારંભ રાજયપાલના અધ્યક્ષપણા હેઠળ યોજાશે. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજયના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા હાજર રહેશે. આ વર્ષે અલગ અલગ ૧૨ ફેકલ્ટીના ૩૧૭૪૮ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થશે. જેમાં સૌથી વધુ કોર્મસના ૭૬૧૬, આર્ટસના ૩૦૧૨ અને સાયન્સના ૩૬૦૦ ના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

છેલ્લા છ વર્ષમાં નર્મદ યુનિવર્સિટીમાંથી ૧૨ ફેકલ્ટીમાંથી ૨.૫૫ લાખ સ્ટુડન્ટો ડિગ્રી સર્ટિફિકેટ મેળવી ચૂકયા છે. જેમાં સૌથી વધુ કોર્મસના ૮૮૨૭૩, આર્ટસના ૬૪૪૩૨ અને સાયન્સના ૪૯૮૯૮ વિદ્યાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટ મેળવ્યા છે.

અભ્યાસ દરમ્યાન જ મૃત્યુ પામનારા પીએચ.ડીના વિદ્યાર્થીના સંતાનને ખાસ ડિગ્રી એનાયત કરાશે


નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કે.એન.ચાવડાના માર્ગદર્શન હેઠળ વર્ષ-૨૦૨૦ માં મોહિતકુમાર પ્રકાશચંદ્ર પીએચ.ડીનો અભ્યાસ કરી રહ્યા હતા. અભ્યાસ દરમ્યાન તમામ સંશોધન પૂર્ણ કરીને પીએચ.ડીનો થીસીસ પણ તૈયાર કરી લીધો હતો. આ દરમ્યાન જ વિદ્યાર્થીને બ્રેઇન સ્ટોક આવતા સારવાર દરમ્યાન અવસાન થયુ હતુ. આ વિદ્યાર્થીએ થીસીસ તૈયાર કર્યો હોવાથી આખી બાબત એકેડમીક કાઉન્સીલમાં લઇ જવાઇ હતી. અને એકેડમીક કાઉન્સીલની બેઠકમાં આ વિદ્યાર્થીને મરણોતર પીએચ.ડીની ડિગ્રી એનાયત કરવાનો નિર્ણય લેવાયો હતો. આગામી ૨૬ મી ફેબુ્રઆરીના રોજ યોજનારા પદવીદાન સમારંભમાં વિદ્યાર્થીના બે સંતાનોને સ્ટેજ પર બોલાવીને પિતાની ડિગ્રી એનાયત કરવામાં આવશે.


વિવિધ ફેકલ્ટીમાં છ વર્ષમાં અપાયેલી ડિગ્રી

વર્ષ  આર્ટસ સાયન્સ   કોર્મસ

૨૦૧૯      ૯૮૬૩ ૬૫૫૩      ૧૦૨૧૫

૨૦૨૦      ૯૪૬૬ ૭૨૫૦      ૧૦૪૬૮

૨૦૨૧      ૧૦૨૩૩   ૮૯૮૫ ૧૩૧૫૪

૨૦૨૨      ૧૭૩૮૭   ૧૩૦૬૪        ૨૦૦૩૯

૨૦૨૩      ૧૪૪૭૧   ૧૦૪૪૬        ૨૬૭૮૧

૨૦૨૪      ૩૦૧૨ ૩૬૦૦      ૭૬૧૬

કુલ  ૬૪૪૩૨      ૪૯૮૯૮    ૮૮૨૭૩

છ વર્ષમાં કેટલા વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી

વર્ષ       વિદ્યાર્થી

૨૦૧૯     ૩૫૮૧૨

૨૦૨૦     ૩૬૦૧૭

૨૦૨૧     ૪૧૨૩૬

૨૦૨૨     ૬૪૦૬૫

૨૦૨૩     ૬૦૬૯૭

૨૦૨૪     ૧૭૩૭૫

કુલ        ૨,૫૫,૨૦૨



Google NewsGoogle News