સિંહ દર્શને જતા પ્રવાસીઓ ધ્યાન આપે: સાસણ ગીર અભયારણ્ય ચાર મહિના રહેશે બંધ
Gir National Park: સાસણ ગીરમાં સિંહનું વેકેશન શરૂ થઈ રહ્યું છે. આગામી 16 જૂનથી 15મી ઓક્ટોબર સુધી સાસણ ગીર અભયારણ્ય બંધ રહેશે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ચાર મહિના સુધી સાસણ ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવશે. જો કે, દેવળીયા સફારી પાર્ક ખુલ્લું રાખવામાં આવશે. આ સફારી પાર્કની મુલાકાત લેતા પ્રવાસીઓ ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન બુકિંગ પણ કરી શકશે.
ચોમાસાંની ઋતુમાં સિંહ સહિત વન્ય જીવો માટે સંવનનકાળ હોવાથી વન્ય જીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાના ચાર મહિનાનું વેકેશન રાખવામાં આવે છે. નોંધનીય છે કે, વર્ષ 2023માં 1.95 લાખ પ્રવાસીઓએ જંગલ સફારી અને 6.88 લાખ પ્રવાસીઓએ દેવડીયા પાર્કની મુલાકાત લીધી હતી. જંગલ સફારીની મુલાકાત લેવા માટે દેશ વિદેશથી લોકો આવતા હોય છે.