Get The App

સુરત જિલ્લા પંચાયતનું સને 2022-23નું 1662 કરોડનું બજેટ મંજૂર

Updated: Mar 9th, 2022

GS TEAM


Google News
Google News
સુરત જિલ્લા પંચાયતનું સને 2022-23નું 1662 કરોડનું બજેટ મંજૂર 1 - image


- સમગ્ર ગુજરાત માં સૌથી વધુ સ્વભંડોળનું 63 કરોડ નું બજેટ પંચાયત પ્રમુખ ભાવેશ પટેલે રજૂ કર્યું

સુરત, તા. 09 માર્ચ 2022

સુરત જિલ્લા પંચાયતનું સને 2022-23નું 1662 કરોડનું બજેટ આજે જિલ્લા પ્રમુખે સામાન્ય સભામાં રજૂ કરતાં સર્વાનુંમતે મજુર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં કેટલીક નવી યોજનાની સાથે સ્વભંડોળનું 63.85કરોડનું રાખવામાં આવ્યું છે. જે ગત વર્ષ કરતા 20 કરોડ વધુ છે. ચોકબજાર ખાતે સુરત જિલ્લા પંચાયત ભવનમાં આજે પ્રમુખ ભાવેશ પટેલે સને 2022-23નું બજેટ રજુ કરતા કહ્યું હતું કે, આગામી વર્ષમાં સરકારી ગ્રાંટ મળી કુલ 1662 કરોડની આવક અંદાજવામાં આવી છે. જેની સામે 1027 કરોડનો ખર્ચનો અંદાજ આંકવામાં આવ્યો છે. સ્વભંડોળની વાત કરવામાં આવે તો વર્ષ 2022-23ના બજેટમાં સ્વભંડોળનું કદ 63.86  લાખ રાખવામાં આવ્યું છે. જેમાં મહેસુલ - પંચાયતને વિકાસ ક્ષેત્રે 15 કરોડ, શિક્ષણ માટે 4 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આ ઉપંરાત આરોગ્ય માટે 1 કરોડ, બાળ વિકાસ યોજના માટે 36 લાખ, ખેતીવાડી ક્ષેત્રે ૨ કરોડ, સમાજ કલ્યાણ વિભાગ માટે 5 કરોડ, સિચાઈ માટે 7 કરોડ, જાહેર બાંધકામ માટે 16 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વિકાસના કામો માટે સભ્યો તરફ ગ્રાંટની ફાળવણી કરવામાં આવે છે. જેને પગલે બજેટમાં સભ્યોને વધારાની ગ્રાંટ ફાળવવા માટે 4.32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.આજની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી , કારોબારી અધ્યક્ષ રાજેન્દ્ર વસાવા, બધકમ અધ્યક્ષ રોહિત ,અફઝલ પઠાણ સહિત તમામ સભ્યો હાજર રહ્યા હતાં

Tags :