કપડવંજમાં 1650.50 ચો.મી. જમીન પરથી દબાણ હટાવાયા
- તાલુકા વહીવટી તંત્ર દ્વારા ઝૂંબેશ
- ઘડિયા ગામે 8 હજાર ચો. ફૂટ જમીન ખૂલ્લી કરાઈ : 150 શેડ- દુકાનો, ઓટલા તોડયા
કપડવંજ : કપડવંજમાં કાચા- પાકા ૪૭ ઝૂંપડા- મકાનોના દબાણો દૂર કરી રૂા. ૭૦.૫૫ લાખની જમીન ખૂલ્લી કરાઈ છે. ઘડિયા ગામે ૮,૦૦૦ ચોરસ ફૂટ જમીન ખૂલ્લી કરાઈ છે. જ્યારે કપડવંજ- મોડાસા રોડ પર ટ્રાફિકને અડચણરૂપ ૧૫૦ શેડ- દુકાનો દૂર કરાયા છે.
કપડવંજ તાલુકા વહીવટી તંત્ર દ્વારા કપડવંજના સ.નં.૨૩૯ ક્ષે.૦.૩૬.૪૨ તથા સ.નં.૩૪૪ પૈકી ૧.૨૫૩૬ વાળી જમીનોના દબાણ દુર કરી કુલ રૂ.૭૦,૫૫,૪૪૫ કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. કાચા પાકા ૪૭ ઝુંપડા- મકાનના દબાણો દૂર કરી જમીનને તાર ફેન્સિંગ કરી દેવાઈ હતી. કપડવંજ પાલિકાની ટીમે કપડવંજના ટાઉનહોલ પાસે, નાની રત્નાકર માતા રોડ પર ૧૭ દુકાનો, ફાયર સ્ટેશન પાછળ કોટની બહાર રસ્તા પૈકીની ૨૭ દુકાનો, બસ સ્ટેન્ડ સામે મટન ગલીમાં રસ્તા પૈકીની ૨૩ દુકાનો, મીનાબજાર અંધારિયા વડ નીચેની ૧૪ દુકાનો તથા ૩ કેબીન અને મુખ્ય કુમાર શાળા આગળ ૭ દુકાનો, નદી દરવાજા કોટની બહાર ૧૨ મકાનો, એમ ૧૬૫૦.૫૦ ચો.મી. જમીન પરના દબાણો ખુલ્લા કરવામાં આવ્યા હતા. ઘડિયા ગામ વિસ્તારમાં ગેરકાયદે રીતે દબાણ કરેલા અંદાજે ૮૦૦૦ ચોરસ ફુટ જમીન ખુલ્લી કરી જેની બજાર કિંમત આશરે ૩,૦૦,૦૦૦ જેટલી થાય છે. માર્ગ અને મકાન (સ્ટેટ) કપડવંજ તથા તેમની ટીમે કપડવંજ મોડાસા રોડ પર દબાણધારકોના ટ્રાફિકને અડચણ એવા ૧૫૦ જેટલા કાચા તથા પાકા શેડ- દુકાન તથા ઓટલાઓ દૂર કર્યા છે.