જૂનાગઢ જિલ્લામાં એક વર્ષમાં સૌર ઉર્જાથી 165.47 મેગા યુનિટ વીજળીનું ઉત્પાદન
11417 લોકોને સૌર ઉર્જા થકી વીજબિલમાં : છુટકારો મળ્યો ઉત્પન્ન વીજળીને વેચી 3.81 કરોડની આવક રળી ઘરની છત પર લગાવેલ સોલાર પેનલ આવકનો સ્ત્રોત બની
જૂનાગઢ, છ ઘર વપરાશના વીજ જોડાણો ધરાવતા વિજ ગ્રાહકો સૂર્ય ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન કરી સ્વવપરાશ ઉપરાંતની વધારાની વીજળી વેચી શકે તે માટે સોલાર jtફટોપ યોજના કાર્યરત કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં 11417 લોકોએ ઘરની છત પર સોલાર પેનલ લગાવી છે અને સૌર ઊર્જાના માધ્યમથી ૧૬૫.૪૭ મેગા યુનિટ વીજળી ઉત્પન્ન કરી પીજીવીસીએલને વેચી ૩.૮૧ કરોડની આવક રળી છે.
વીજળીના યુનિટ દરના વધઘટ વચ્ચે આકરા વીજબિલથી લોકોને છુટકારો મળે અને સૂર્ય ઉર્જા દ્વારા વીજળી ઉત્પન્ન થાય તે માટે ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં આવી રહ્યા છે. સૂર્યપ્રકાશની મદદથી સોલાર પેનલ દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે. જેથી તગડા વીજબિલ માંથી તો છુટકારો મળે છે. તો સાથે જ ઉત્પન્ન થયેલ વીજળીને વેચી આવક પણ મેળવી શકાય છે. જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૩ થી ૨૪ એક વર્ષ દરમ્યાન ૧૧૪૧૭ ગ્રાહકોએ સોલાર jtફટોપ અંતર્ગત ઘરની છત પર સોલાર પેનલ લગાડી છે. જે પૈકી વર્ષ દરમ્યાન ૧૬૫.૪૭ મેગા યુનિટ વીજળીનું ઉત્પાદન થયું હતું અને તે વીજળી પીજીવીસીએલને વેચી ૩.૮૧ કરોડની આવક મેળવી છે.
સોલાર jtફટોપ યોજના અંતર્ગત શહેરમાં7560 ગ્રાહકોએ છત પર સોલાર પેનલ લગાવી છે. સૂર્ય ઉર્જા થકી એક વર્ષ દરમ્યાન 10.7 મેગા યુનિટ વીજળી ઉત્પન્ન થઈ છે. આ વીજળીનું પીજીવીસીએલને 2.49 કરોડમાં વેચાણ કરવામાં આવ્યું છે. પ્રથમ વખત જ લગાવેલી સોલાર પેનલના માધ્યમથી ગ્રાહકોએ વીજળી ઉપરાંત વધારાની આવકનું સ્ત્રોત ઉત્પન્ન કર્યું છે.
શહેરની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં સોલાર પેનલ લગાવવા જાગૃતિ ઓછી છે. જિલ્લામાં એક વર્ષમાં 3857 ગ્રાહકોએ સોલર jtફટોપ યોજનાનો લાભ લઈ ઘરની છત પર સોલારની પેનલ લગાવી છે. ગ્રામ્ય વિસ્તારમાં સૌર ઊર્જા થકી એક વર્ષમાં 58 મેગા યુનિટ વીજ ઉત્પન્ન કરવામાં આવી છે અને આ વીજળીને 1.32 કરોડની રકમમાં પીજીવીસીએલને વેચવામાં આવી છે. સોલાર પેનલ લગાવવામાં સોસાયટી વિસ્તારોમાં વધુ જાગૃતતા છે. ખાસ કરીને કોમશયલ બિલ્ડીંગો અને ટેનામેન્ટમાં વધારે પ્રમાણમાં સોલાર પેનલ લગાવવામાં આવી રહી છે.
સોલાર પેનલને આધારે વીજળીનું ઉત્પાદન
અલગ અલગ એકમો દ્વારા રહેણાંક બિલ્ડીંગની ક્ષમતાના આધારે વીજ સોલાર પેનલ લગાવવામાં આવે છે. જો ગ્રાહકોએ 400 વોટની સોલાર પેનલ લગાવી છે. તો છ કલાક સુધી સતત સૂર્યપ્રકાશમાં રહેતો દરરોજ 2 યુનિટ એટલે કે મહિનામાં 60 યુનિટ વીજળીનું ઉત્પાદન કરી શકાય છે. એક કિલો વોટની સોલાર પેનલમાં દૈનિક 5 એટલે કે મહિને અંદાજિત 150 યુનિટ વીજળીનું ઉત્પાદન થાય છે.