16 IASની બદલીના આદેશ, વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ગાંધીનગર મુકાયા
IAS Transfer: રાજ્યમાં સરકારી વિભાગમાં બદલી અને બઢતીનો દોર ચાલી રહ્યો છે, ત્યારે આજે (9 એપ્રિલ) 16 IASની બદલીના આદેશ કરાયા છે. જેમાં વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને ઉચ્ચ અભ્યાસ કમિશનર તરીકે ગાંધીનગર ટ્રાન્સફર કરાયા છે. ઉત્તર ગુજરાત વિજ કંપની લિ. ના મેનેજિંગ ડિરેક્ટર IAS અરુણ મહેશ બાબુની વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરાઇ છે. મહીસાગર કલેક્ટર નેહા કુમારીની બદલી કરાઈ છે, તેમને GSEMના ડાયરેક્ટર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે તુષાર ભટ્ટને પાટણના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.