સુરત પાલિકાના બજેટમાં સ્થાયી સમિતિએ 155 કરોડના કામનો ઉમેરો કર્યો હતો તેની થઈ રહી છે સમીક્ષા
Image: X
સુરત પાલિકા કમિશનરે રજુ કરેલા ડ્રાફ્ટ બજેટ માં સ્થાયી સમિતિમાં ચર્ચા વિચારણા બાદ 155 કરોડ ના વિવિધ પ્રોજેકટ નો ઉમેરો કરવામાં આવ્યો હતો. સ્થાયી સમિતિ બાદ સામાન્ય સભામાં બજેટ મંજુર થયાં બાદ હવે રિવાઈઝ બજેટ અને આગામી વર્ષ માટે ડ્રાફ્ટ બજેટની કવાયત શરૂ થઈ છે ત્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષે સ્થાયી સમિતિએ રજુ કરેલા કામોની સમિક્ષા શરુ કરી છે અને કામની પ્રગતિ થી તેઓ સંતુષ્ટ હોવાનું જણાવ્યું છે. જોકે, વિવિધ પ્રોજેક્ટ- કામગીરીમાં ઝોન અને વિભાગ તરફથી માંગવામાં આવતા અભિપ્રાય બાબતે ઝડપી અનેï સ્પષ્ટ રિપોર્ટ આપવા ટીપી વિભાગના સ્થાયી અધ્યક્ષે તાકીદ કરી છે.
સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે વર્ષ 2024-25 માટે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું ત્યાર બાદ આ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયું હતું. સ્થાયી સમિતિમાં ચર્ચા વિચારણા બાદ સ્થાયી સમિતિએ લોકો- કોર્પોરેટરની માંગણીના આધારે 155.24 કરોડના 56 જેટલા કામોનો ઉમેરો કર્યો હતો. તે કામગીરી ક્યા સ્ટેજ પર છે તેની માહિતી માટે ગઈકાલે મંગળવારે સ્થાયી સમિતિ અધ્યક્ષે તમામ ઝોનના વડા અને વિભાગીય વડા સાથે રિવ્યુ બેઠક કરી હતી. આ બેઠક બાદ ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે સ્થાયી સમિતિએ 155.24 કરોડના કામો રજુ કર્યા હતા તેમાંથી 20 કરોડના વિવિધ પ્રોજેક્ટ કામગીરી પૂરી થઈ ગઈ છે અને બાકી રહેલા 134.19 કરોડના પ્રોજેક્ટ કામગીરી પ્રગતિ હેઠળ છે. આ સાથે સ્થાયી સમિતિએ રજુ કરેલા કામોની કામગીરીથી સ્થાયી સમિતિ અધ્યક્ષે સંતોષ વ્યક્ત કર્યો હતો.
આ ઉપરાંત આ બેઠકમાં સ્થાયી સમિતિ અધ્યક્ષે કન્સલ્ટન્સી, અંદાજ મંજુરી, ટેન્ડરની મંજુરી હેઠળ વિવિધ ઝોન અને વિભાગ દ્વારા જે રિપોર્ટ રજુ કરવામા આવે છે તેની કામગીરી ઝડપથી કરવા માટે સુચના આપી છે. એટલું જ નહીં, સૂચિત ત્રણ કામો બાબતે જગ્યાના કબજાની ઉપલબ્ધતા કે અન્ય કારણોસર શરૂ થવાની શક્યતા ધૂંધળી હોવાના કારણે આ કામો વૈકલ્પિક સ્તરે ખસેડવા અને આ અંગેïના વિકલ્પો તાત્કાલિક સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવા પણ સૂચના પણ આપી છે.
આ સાથે સાથે કેટલાક પ્રોજેક્ટ કે કામ માટે ટાઉન પ્લાનિંગ વિભાગ નો અભિપ્રાય જરુરી છે પરંતુ તે અભિપ્રાય વાર લાગી રહ્યો છે તેવી ફરિયાદ બાદ સ્થાયી અધ્યક્ષે ટાઉન પ્લાનીંગ અધિકારીને બોલાવી સંબંધીત ઝોનï, વિભાગો દ્વારા માગવામાં આવેલ અભિપ્રાયો તાત્કાલિક અસરથી અને સ્પષ્ટ રીતે આપવા સૂચના આપી છે. આ ઉપરાંત ઝોન, વિભાગો દ્વારા માંગવામાં આવતા અભિપ્રાયમાં ઝડપ જળવાઈ રહે તે અંગેની અલાયદી વ્યવસ્થા પણ ઊભી કરવા સુચના આપવામા આવી છે.
ફ્લાય ઓવર બ્રિજની કામગીરી અંગે અધિકારીઓએ ગોળ ગોળ જવાબ આપતા સ્થાયી અધ્યક્ષ અકળાયા
સુરત પાલિકાની સ્થાયી સમિતિએ ડ્રાફ્ટ બજેટ માં 155 કરોડના કામનો ઉમેરો કર્યો હતો જેમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે 11 જેટલા ફ્લાય ઓવરબ્રિજ માટે સૂચન કરવા સાથે ફીજીબીલીટી રિપોર્ટ માટે પણ જોગવાઈ કરી હતી. આ રિવ્યુ બેઠકમાં આ બ્રિજના સ્ટેટસ અંગે પુછાતા અધિકારીઓએ ગોળ ગોળ જવાબ આપતા સ્થાયી સમિતિ અધ્યક્ષ અકળાયા હતા અને અધિકારીઓને કોપી પેસ્ટ કરવાના બદલે સ્થળ પર જઈ કામગીરી કરવા માટે તાકીદ કરી હતી.
સુરતની દિવસેને દિવસે વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સ્થાયી સમિતિના સભ્યો, કોર્પોરેટરો અને લોકો દ્વારા શહેરમાં કેટલીક જગ્યાએ ફ્લાય ઓવર બ્રિજ બનાવવામાં આવે તેવા સૂચનો કર્યા હતા. આ સુચનોના આધારે સ્થાયી સમિતિ અધ્યક્ષે બજેટમાં 155 કરોડ નો કામનો ઉમેરો કર્યો હતો તેમાં બ્રિજના સ્ટેટસ, ફીજીબીલીટી રિપોર્ટ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે અધિકારીઓના ક્લાસ લીધા હતા. જેમાં બ્રિજ સેલ વિભાગ દ્વારા આ સુચિત ફ્લાય અોવર બ્રિજાïની કામગીરી બાબતના સ્ટેટસ રિપોર્ટમાંï ‘મેટ્રોï-પ્રોજેક્ટ બાબતે જીએમઆરસીનો અભિપ્રાય બાકી છેï’ તેવી ટકોર કરી હતી. જોકે કેટલાક બ્રિજ સુચવવામા આવ્યા હતા તેમાં મેટ્રો રુટમાં આવતા ન હોવા છતાં પણ જીએમઆર સી નો અભિપ્રાય બાકી છે તેવું લખી દીધું હોવાથી સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ અકળાયા હતા. અને યોગ્ય રીતે કામગીરી કરવા માટે તાકીદ કરી દીધી હતી.
અગત્યની બેઠકમાં પણ અધિકારીઓ ફોન પર વાત કરતા અધ્યક્ષે અધિકારીની ઝાટકણી કાઢી
સુરત પાલિકાની સ્થાયી સમિતિ દ્વારા બજેટમાં 155 કરોડના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા તેના સ્ટેટસ રિપોર્ટ માટે અગત્યની રિવ્યુ બેઠક રાખવામા આવી હતી. આ બેઠકને કેટલાક અધિકારીઓએ ગંભીરતાથી ન લઈને ફોન પર વાત કરતાં હતા તે જોતા ચેરમેને બેઠક દરમિયાન ફોન ન ઉપાડવા ની સુચના આપવા સાથે ફોન પર વાત કરનારા અધિકારીની ઝાટકણી કાઢી હતી.
પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ આજેની રિવ્યુ બેઠકમાં આક્રમક મુડમાં જોવા મળ્યા હતા. તેઓ પ્રોજે્કટના રિવ્યુ લઈ રહ્યાં હતા તે દરમિયાન વરાછા ઝોનના ઝોનલ ચીફ એડીશનલ સીટી ઈજનેર ભગવાગરે ફોન પર વાત કરવાનું શરૂ કરી દીધું હતું ચેરમેને ટકોર કરતા અગત્યનો ફોન હોવાનું કારણ આપ્યું હતું. જોકે. ચેરમેને મારે પણ અગત્યના ફોન આવે છે પરંતુ ચાલુ બેઠકે હું ફોન ઉપાડતો નથી તેથી તમે પણ ફોન પર વાત કરો નહીં. આ વલણના કારણે આતમાં બેઠકમાંથી ગાયબ બંને સરકાર નિયુક્ત ડેપ્યુટી કમિશનર ડો. રાજેન્દ્ર પટેલ અને ભોગાયતા પણ આ રિવ્યુ બેઠકમાં થોડી વારમાં હાજર થઈ ગયાં હતા.