શિક્ષણ સમિતિની જ શાળાના ૧૫૧ વિદ્યાર્થી ધો.૧૦ની પરીક્ષા આપશે
ચાલુ વર્ષે ૬ બીજી શાળા ખોલી, જેના ૨૬૦ વિદ્યાર્થી આવતા વર્ષે ધો.૧૦ની પરીક્ષા આપશે
વડોદરા, વડોદરા મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં ૩ માધ્યમિક શાળાઓ ચાલુ કરવામાં આવી હતી. આ માધ્યમિક શાળાના ૧૫૧ વિદ્યાર્થીઓ ચાલુ વર્ષે ધોરણ-૧૦ની પરીક્ષા આપવા જઇ રહ્યા છે, આ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને પરીક્ષા માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.
શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષણ જ ્પાય છે અને ધો.૮ સુધીની શાળા છે, પણ ધોરણ ૮ પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ ન થાય અને સમિતિની શાળામાંજ ભણી શકે તે હેતુથી વર્ષ માધ્યમિક શાળાઓ ચાલુ કરવામાં આવી હતી.
શિક્ષણ સમિતિની હાલ ૧૦ માધ્યમિક શાળા છે. ગયા વર્ષે ચાર અને બીજી ૬ શાળા આ વર્ષો ખોલવામાં આવી છે, તેના વિદ્યાર્થીઓ ધોરણ ૯માં હાલ ભણી રહ્યા છે, જેઓ આવતા વર્ષે ધોરણ ૧૦ની પરીક્ષા આપશે, આ વિદ્યાર્થીઓની પરીક્ષા માટે ૩ મહિના અગાઉથી વિશેષ વર્ગ ચાલુ કરાયા હતા. શિક્ષણ સમિતિની ૧૧૯ પ્રાથમિક શાળા છે, જેમાં આશરે ૪૦ હજાર બાળકો ભણે છે.