નવી સિવિલ કેમ્પસમાં 437 કરોડના ખર્ચે 1500 બેડની અદ્યતન હોસ્પિટલ તૈયાર થશે
- આજે વડાપ્રધાનના હસ્તે ઇ-ખાતમુહૂર્ત
- 12 માળની બિલ્ડીંગમાં અદ્યતન સુવિધા ઉપલબ્ધ થશે : દક્ષિણ ગુજરાત સહિત બોર્ડના રાજ્યોના લોકોને પણ શ્રેષ્ઠ આરોગ્ય સેવા મળશે
સુરત, :
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.૨૫મી ફેબુ્રઆરીના
રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળના કરોડો રૃપિયાના અનેક
વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. જે અંતર્ગત દક્ષિણ ગુજરાતની સૌથી મોટી
નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંદાજે રૃ.૪૩૭ કરોડના ખર્ચે ઓપીડી,વોર્ડ બિલ્ડીંગનું
વડાપ્રધાનના હસ્તે ઈ-ખાતમુહૂર્ત થશે. જેનો જીવંત પ્રસારણ સાથેનો કાર્યક્રમ રવિવારે
સાંજે ૪.૩૦ વાગ્યે સિવિલના ઓડીટોરીયમ ખાતે
યોજાશે.
નવી સિવિલ હોસ્પિટલની જુની બિલ્ડીંગમાં ઓ.પી.ડી અને વોર્ડ જર્જરીત થઇ ગઇ છે. જેથી હવે સરકાર દ્રારા સિવિલ કેમ્પસમાં એક બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ + ૧૨ માળનો આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર હાઉસિંગ વોર્ડ, ઓપરેટિંગ રૃમ, સ્પેશિયલ રૃમ, ઓપરેશન થિયેટર રૃમ, તાત્કાલિક સારવાર, ડર્મેટોલોજી, સર્જરી, સાયક્યાટ્રીક, ઇ.એન.ટી, ઓપ્થેલમોલોજી, પીડિયાટ્રિક, ઓર્થોપેડિક, ગાયનેકોલોજી જેવા વિભાગો તેમજ વહીવટી કચેરીઓ, વેઈટીંગ એરિયા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. સાથે ડાયગ્નોસ્ટિક મશીનમાં (એક્સ-રે, એમ.આર.આઇ, સીટી સ્કેન), સજકલ ઉપકરણો, દર્દીની દેખરેખ સિસ્ટમ સાથેની ૧૫૦૦ બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલ બનશે. તબીબી સ્ટાફ (ડોકટરો, નર્સો, ટેકનિશિયનો), વહીવટી સ્ટાફ, સહાયક સ્ટાફ (સફાઇ, જાળવણી) વગેરે માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ બનશે. નવી સિવિલમાં હાલમાં કેમ્પસમાં ખૂટતી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે ડિઝાઇનનો વિચાર પ્લોટ પર માન્ય એફએસઆઇને મહત્તમ બનાવવાનો છે. દર્દીઓ, તબીબી સાધનો અને કર્મચારીઓને કાર્યક્ષમ રીતે સમાવવા માટે અદ્યતન હોસ્પિટલ નિમત થશે. અત્યાધુનિક હોસ્પિટલના નિર્માણ થવાથી સુરત સહિત દક્ષિણ ગુજરાત સાથે બોર્ડર સ્ટેટ જેમ કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોના રહેવાસીઓને શ્રે આરોગ્ય સુવિધા મળશે.