mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

હળવદ તાલુકામાં 723 KV વીજ ગ્રીડનું કામ 150 ખેડૂતોએ અટકાવી દીધું

Updated: Jun 26th, 2024

હળવદ તાલુકામાં 723 KV વીજ ગ્રીડનું કામ 150 ખેડૂતોએ અટકાવી દીધું 1 - image


કચ્છમાં પોલદીઠ એકથી દોઢ લાખ અને હળવદ પંથકમાં અર્ધા લાખ !: જો કામ ચાલુ કરવામાં આવશે તો અહીં જ અમે જીવ કાઢી દેશું એમ કહેતા જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સ્થળ છોડી ગયા

હળવદ, : વીજ તંત્ર દ્વારા કચ્છના લાકડિયાથી અમદાવાદ રૂટ પર 765 કે.વી.વીજ પાવર ગ્રીડ લાઈન નાંખવાના કામમાં ખેડૂતોને વળતર ચૂકવવામાં અસામાનતા દાખવતા ખફા થયેલા હળવદ પંથકના દસ ગામના ૧૫૦ ખાતેદાર ખેડૂતોએ મંગલપુર ગામે એકત્ર થઈ કચ્છની જેમ જ અહીના ખેડૂતોને એક લાખ રૂપિયા પ્રતિ પોલ દીઠ ચુકવવાની ખાતરી આપો અને અમલ કરો તોજ અમે કામ કરવા દેશું કહીને ઉગ્ર વિરોધ કરતા અધિકારીઓ અને કોન્ટ્રાકટરોએ ચાલતી પકડી હતી.

આ પાવરગ્રીડ વીજ લાઈન કચ્છથી માળિયા, હળવદ,ધ્રાંગધ્રાથી અમદાવાદ તરફ પસાર થાય છે.જેમાં વીજ ગ્રીડના રૂટમાં આવતા ખેતરો અને ખેતીની જમીનમાં ખાડા ખાદવા માટે  સફેદ પટા કરીને કામ ચાલુ કરવાની ચેષ્ટા કરતા જ ખેડૂતો ઉશ્કેરાઈ ગયા હતા. જેમા ખેડૂતોએ ં વળતરના દર જુદા જુદા રાખવામાં આવ્યા છે તેનો વિરોધ કર્યો હતો. ખેડૂતો કહે છેકે આ જ રૂટ પર લાકડીયા બરોડા સુધીની 765 કેવી વીજ લાઈન નાખવા માટે 2021માં  એક એક ખેડૂત દીઠ એક એક કરોડ ચૂકવવામાં આવ્યા છે. જેની ચેકની ઝેરોકસ પણ અમારી પાસે છે. એ પછી 2024માં આ જ રૂટ પર લાકડીયા અમદાવાદ વચ્ચે વીજ લાઈન નાખવા માટે ખેડૂતોની જમીન આંચકી લઈને પોલીસના ડર સાથે પોલીસ ફોર્સ સાથે રાખીને જબજસ્તી કરવામાં આવે એ વાજબી નથી. અમોને યોગ્ય વળતર મળવું જ જોઈેએ.. અમુક ગામના ખેડૂતોેને દોઢ દોઢ લાખ રૂપિયા એક પોલ દીઠ ચુકવાયા છે. કચ્છમાં કેટલાય ખેડૂતોને એક-એક લાખ ચૂકવાયા છે. જયારે હળવદ પંથકમાં એક પોલ દીઠ ફકત પચાસ હજાર રૂપરડી ચુકવવાની વાત આવતા જ ખેડૂતો ખફા થઈ ગયા છે. આજે હળવદ માળિયા અને ધ્રાગધ્રાના ખેડૂતો મંગલપુર ગામે મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. અને ખેડૂતોએ વળતર બાબતના અલગ અલગ ધોરણોનો વિરોધ કર્યો હતો. ખેડૂતો કહે છે કે અમારી ખેતીની જમીનની કિમત સાતથી દસ લાખ વીઘાના છે. અને એક પોલ નાખવા પાછળ 16 ગુઠા એટલે કે એક વીઘા જેટલી જમીન રોકાઈ જાય છે. પોલ નાંખ્યા બાદ એની નીચે કોઈ જ વાવેતર સકસેસ થતુ નથી. એ કાયમી ખોટ રહે છે.આ કિમતી જમીનમાં વીજ પોલ સાવ પાણીના વળતરના ભાવે અમે કેમ નાખવા દઈએ ? વીજ કંપનીએ અને વહીવટીતંત્રે જયાં જયાં મહમત વળતર દર ચૂકવ્યા છે એ જ મહતમ દર અમોને મળવા જ જોઈએ. એનાથી ઓછુ કશુ જ ખપે નહી. જો અહી કામ ચાલુ કરશો તો અમો અહી જ જીવ આપી દેશુ અને આત્મવિલોપન કરશુ એવી બધાએ એકી અવાજે વાત કરતા જ અધિકારીઓ તંગદિલી અને આક્રોશ સમજી ગયા હતા. અને પોલીસ પાર્ટી સાથે સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા. હવે આ બધાખેડૂતોની ગાંધીનગર ઊર્જામંત્રી સાથે સોમવારે બેઠક રાખવામાં આવી છે. 

ઉદ્યોગપતિઓના હિતાર્થે અમારી જમીનનો ભોગ લેવાય છે 

હળવદ, : ઓછા વળતરનો ભોગ બની રહેલા ખેડૂતો કહે છે કે અમારા પેટ અને બાળબચ્ચા માટે અમારા વડવાઓએ સાચવી રાખેલી ખેતીની ઉપજાઉ જમીન ઉદ્યોગકારોના હિતાર્થે પોલીસનો ડર બતાવી ખૂચવી લેવાય છે. વળી આ લાઈનમાંથી ઉદ્યોપતિઓને જ વીજળી મળવાની છે ખેડૂતોને એક યુનિટ પણ મળવાની નથી. અને ખેડૂતોને જ દબાવીને મફતના ભાવે વીજ પોલ નાંખવાની વાત કરે એ વાજબી ખરૂ? 

Gujarat