સુરતના જ્વેલર્સ-બુલીયન વેપારીના 150 કરોડના રોકડ વ્યવહારો મળ્યા
રોકડા રૃા.2 કરોડ મળ્યા, 25 લોકર સિઝ્ડ કરાયા ઃ મોટાભાગના વાંધાજનક હિસાબી દસ્તાવેજો સ્ટાફ અને એકાઉન્ટન્ટને ત્યાંથી કબજે
ઇન્ક્ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન બીજા દિવસે પણ જારી
સુરત
રોકડા રૃા.2 કરોડ મળ્યા, 25 લોકર સિઝ્ડ કરાયા ઃ મોટાભાગના વાંધાજનક હિસાબી દસ્તાવેજો સ્ટાફ અને એકાઉન્ટન્ટને ત્યાંથી કબજે
સર્ચ પાર્થ જ્વેલર્સની
ઇચ્છાપોરની ફેકટરી અને ફાર્મ હાઉસ સહિત વધુ ચાર સ્થળો સુધી લંબાઇ
જ્વેલર્સ જુથો દ્વારા વપરાતા સોફ્ટવેરમાં હિસાબોની તપાસ જારી
સુરતના ત્રણ જ્વેલર્સ તથા બુલિયન વેપારીના 35 સ્થળો પર ગઈકાલે સુરત આયકર વિભાગની ડીડીઆઈ વિંગના નેજા હેઠળ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનની કાર્યવાહી આજે વધુ એક સ્થળ સુધી લંબાઈ છે.અલબત્ત જ્વેલર્સ જુથ તથા બુલિયન વેપારીના ધંધાકીય-રહેણાંક સ્થળો પરથી કુલ 2 કરોડની રોકડ,25 લોકર્સ,એફડી વોલ્ટ સીઝ કર્યા છે.જ્યારે તમામ જુથોના અંદાજે 150 કરોડના રોકડ બેનામી વ્યવહારો હાથ લાગ્યા છે.
સુરત ઈન્કમટેક્સની ઈન્વેસ્ટીગે વીંગના ડીઆાઈ સુરેશ બતીની તથા એડીશ્નલ કમિશ્નર વિભોર બદાણીના નેજા હેઠળ ગઈકાલે વહેલી સવારથી અંદાજે 150 થી વધુ આયકર અધિકારીના કાફલાએ સુરતના ત્રણ જ્વેલર્સ પૈકી પીપલોદના કાંતિલાલ એન્ડ બ્રધર્સ,માતાવાડીના જ્વેલરી ઉત્પાદક પાર્થ ઓર્નામેન્ટ,મહીધરપુરા-કતારગામના અક્ષર જ્વેલર્સ,વરાછાના હરીકલા ગોલ્ડ તથા તીર્થ ગોલ્ડના સંચાલકોના વરાછા,પાર્લેપોઈન્ટ, ભાગળ, કતારગામ, મહીધરપુરા વગેરે વિસ્તારોના કુલ 35થી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. આજે વધુ એક સ્થળે રાજકોટના બે સોફ્ટવેર ડેવલપર્સના ધંધાકીય સ્થળ ઉપરાંત પાર્થ જ્વેલર્સની ઈચ્છાપોરની ફેકટરી એને ફાર્મ હાઉસ મળીને વધુ ચાર સ્થળો સુધી લંબાઈ છે.
આયકર વિભાગની ટીમને સર્ચના બીજા દિવસે તમામ જ્વેલર્સ જુથ તથા બુલિયન વેપારીના ધંધાકીય-રહેણાંક સ્થળો પરથી મળી આવેલા કુલ 2 કરોડની બેનામી રોકડ, 25 બેંક લોકર્સ તથા એફ.ડી.વોલ્ટ સીઝ કર્યાનું સુત્રોએ જણાવ્યું છે.તદુપરાંત જ્વેલર્સ જુથોના કર્મચારી સ્ટાફ અને એકાઉન્ટન્ટના રહેણાંક સ્થળો પરથી અંદાજે 100 થી 150 કરોડના બેનામી ખરીદ વેચાણના વ્યવહારોને લગતાં હિસાબી દસ્તાવેજો,ડીજીટલ ડોક્યુમેન્ટ મળી આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું છે.જો કે જ્વેલર્સ જુથ પર સર્ચ દરમિયાન ગોલ્ડ સ્ટોક સીઝ કરવામાં આવ્યો નથી.આઈટી સર્ચ ઓપરેશનમાં તમામ જ્વેલર્સ જુથના શો રૃમ, કર્મચારી સ્ટાફ, એકાઉન્ટન્ટ,સેલ્સ અને પરચેઝ મેનેજર,ભાગીદારો,બુલિયન સપ્લાયર્સના ધંધાકીય રહેણાંક સ્થળોને સર્ચની દાયરામાં આવરી લઈને તેમના મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
વરાછા રોડ સ્થિત જ્વેલરી ઉત્પાદક પાર્થ ઓર્નામેન્ટના સંચાલક વિપુલ ભુવા તથા તેની સિસ્ટર્સ કન્સર્ન એવા તીર્થ ગોલ્ડના સંચાલક પ્રદિપ ભુવાના માતાવાડી,લંબે હનુમાન રોડ વિસ્તારમાં રહેણાંક-ધંધાકીય સ્થળો ઉપરાંત પાર્થ જ્વેલર્સની ઈચ્છાપોરની ફેકટરી તથા ફાર્મ હાઉસને પણ સર્ચના દાયરામાં આવરી લેવાયા છે. આયકર વિભાગની ટીમે આજે બીજા દિવસે પણ સર્ચની કાર્યવાહી જારી રાખી છે.જ્વેલર્સ જુથ તથા બુલિયન વેપારીઓને કરોડો રૃપિયાના હિસાબી વ્યવહારો તથા બેંક લોકર્સ અને એફડી વોલ્ટ ઓપરેટ થતાં બેનામી આવકનો જંગી આંકડો હાથ લાગે તેવી સંભાવના છે.
જ્વેલરી ઉત્પાદક પાર્થ ઓર્નેમેન્ટના સંચાલકની એકાએક વધેલા
ટર્નઓવર સામે ઓછો ટેક્સ અધિકારીઓની આંખે ચડયો
(પ્રતિનિધિ દ્વારા) સુરત,ગુરુવાર
સુરત
આયકર વિભાગની ડીડીઆઈ વિંગના નેજા હેઠળ ગઈકાલે સુરતના ત્રણ જ્વેલર્સ તથા બુલિયન વેપારીના
૩૫ સ્થળો પર હાથ ધરેલી સર્ચની કાર્યવાહીમાં જ્વેલરી ઉત્પાદક પાર્થ ઓર્નામેન્ટના સંચાલક
પર સર્ચની ચર્ચાસ્પદ બની છે.સાતથી આઠ વર્ષના ટુંકાગાળામાં જ્વેલરી ઉત્પાદક પાર્થ ઓર્નામેન્ટના
સંચાલક વિપુલ ભુવા તથા સિસ્ટર્સ કન્સર્ન ગણાતી તીર્થ ગોલ્ડના સંચાલક પ્રદિપ ભુવાની
કંપનીનુ ટર્ન ઓવર ઉત્તરોત્તર વધ્યું હતુ.પરંતુ ટર્ન ઓવર વધવા સાથે ટેક્ષ ઓછો ભરાતો
હોવાનું આયકર અધિકારીઓના આંખમાં આવી જતાં તપાસ હાથ ધરવામાં આવી હતી.બુલિયન પાસેથી ગોલ્ડ
લઈ જ્વેલરીનું ઉત્પાદન કરવા કે ઓર્ડર મુજબ
જ્વેલરી બનાવવાના ધંધાકીય વ્યવહારો ઈન્કમ ટેક્સ અધિકારીઓની આંખે ચડયા હતા.જેથી
પાર્થ જુથની ઈચ્છાપોર સ્થિત જ્વેલરી ઉત્પાદક યુનિટને પણ સર્ચના સકંજામાં લેવામાં આવ્યું
હતુ.
જ્વેલર્સ જુથો દ્વારા બુલિયન પાસેથી સોનાની ખરીદી-વેચાણ રોકડમાં
જ થતું
(પ્રતિનિધિ દ્વારા) સુરત,ગુરુવાર
સુરત
આયકર વિભાગની ડીડીઆઈ વિંગે ગઈકાલે સુરતના ત્રણ જ્વેલર્સ તથા એક બુલિયન વેપારીના ૩૫થી
વધુ સ્થળો પર હાથ ધરેલા સર્ચ ઓપરેશન આજે પણ જારી રહ્યું છે.અલબત્ત જ્વેલર્સ જુથોને
ત્યાંથી મળેલા હિસાબી વ્યવહારોને લગતાં ડીજીટલ દસ્તાવેજોમાં અંદાજે ૧૫૦ કરોડથી વધુ
રકમના રોકડ વ્યવહારો હાથ લાગ્યા છે.જ્વેલર્સ જુથો દ્વારા બુલિયન પાસેથી રોકડમાં જ ગોલ્ડ
ખરીદીને જ્વેલરીનું વેચાણ પણ રોકડમાં જ કરવામાં આવતું હતુ.મોંઘાભાવના દાગીના પણ રોકડમાં વેચવામાં આવ્યા છે.તદુપરાંત જ્વેલર્સ જુથો દ્વારા
રાજકોટના સોફ્ટ વેર ડેવલપર્સ દ્વારા પુરા પાડવામાં આવેલા સોફ્ટવેર મુજબ હિસાબો રાખવામાં
આવતા હતા.જેના ડેટા કલેકશન કરવા માટે સોફ્ટવેર ડેવલપર્સને પણ સર્ચના દાયરામાં લેવામાં
આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે
નોંધનીય છે કે વરાછાના હરીકલા ગોલ્ડ નામના બુલિયન વેપારી દ્વારા સુરત તથા
રાજકોટમાં સોનાનો જથ્થો સપ્લાય કરતા આવતા હોવાનું બહાર આવ્યું છે.સુરત ડીઆરઆઈના
સકંજામાં અગાઉ ૧૩ કીલોના ગોલ્ડ સ્મગલીંગ કેસના આરોપીની તપાસમા ંપણ બુલિયન પેઢી
શંકાના દાયરામાં આવી હતી.ઈન્કમ ટેક્સ વિભાગે બુલિયન પેઢીમાંથી થયેલી ગોલ્ડની
ખરીદીના વ્યવહારોને લગતાં ડીજીટલ દસ્તાવેજો કબજે કરી વેરીફિકેશનની કાર્યવાહી હાથ
ધરી છે.