ગાંધીધામમાં ધોરણ 12ના 15 નબીરાએ મચાવી ધમાલ, છ કાર છ કિમી દોડાવી સ્ટંટ, એરગન લહેરાવી
Gadhidham Viral Video on Instagram: ગાધીધામનાં શિણાય - આદિપુર રોડ પર 10 જેટલી કાર લઇ જાહેર રોડ પર જોખમી રીતે સ્ટંટ કરી યુવાનોએ આખું ગાંધીધામ માથે લીધું હતુ. જેમાં 10 થી વધારે યુવાનોએ સોશિયલ મીડિયામાં ફેમસ થવા હાથમાં પિસ્તોલ જેવી દેખાતી એરગન લઇ જાહેર રસ્તા પર ગાડીની બહાર લટકી અને બેફામ કાર દોડાવી પોતાનું વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. જે વીડિયો પૂર્વ કચ્છ પોલીસની નજરે ચડતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.
જેમાં પોલીસે ગણતરીનાં કલાકોમાં જાહેર રોડ પર સીનસપાટા મારી પોતાનું અને બીજાનું જીવ જોખમમાં નાખનારા 10 કાયદાનાં સંઘર્ષમાં આવેલા કિશોરો સાથે અન્ય પાંચ શખ્સો સહીત કુલ 15 ઈસમોની ધરપકડ કરી લીધી હતી અને વીડિયોમાં દેખાતી 6 જેટલી કાર પણ પોતાના કબ્જામાં લઇ તમામ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત 7 ફેબ્રુઆરીનાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક રીલ ખુબ ઝડપથી વાયરલ થઇ હતી. જેમાં અલગ અલગ કારમાં 10થી વધારે યુવાનોએ પોતાનું જીવ તેમજ રોડ પર ચાલતા રાહદારીઓ અને અન્ય વાહન ચાલકોનું જીવ જોખમમાં મૂકી પોતાની કાર ગાંધીધામનાં શિણાય - આદિપુર રોડ પર ખુબ જ પુરઝડપે અને જોખમી રીતે ચલાવી હાથમાં એરગન લઇ જાહેર રોડ પર સીનસપાટા કરી સોશિયલ મીડિયા પર ફેમસ થવા તે વિડિયો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધો હતો. જે વીડિયો ખુબ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
જે વિડિયોમાં યુવાનો જાહેર રસ્તા પર બેફામ સ્ટંટ કરતા જોવા મળ્યા હતા જેમાં એક વારતો કાર ચાલકે પોતાના સ્ટીયરિંગ ઉપર કાબુ પણ ગુમાવી દીધું હતું. પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી તેમજ અમુક નબીરાઓ તો કારની બહાર લટકી પોતાના હાથમાં એરગન લઇ સીનસપાટા માર્યા હતા.જેમાં આસપાસનાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોખમી રીતે સ્ટંટ કરતા યુવાનોનું વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થતા પૂર્વ કચ્છ પોલીસ એક્શનમાં આવી હતી.જેમાં લોકોમાં ભયનો માહોલ પેદા કરતા અને પોતાની સાથે અન્યોનું પણ જીવ જોખમમાં નાખનાર નબીરાઓને ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડયા હતા.
પોલીસે પકડી પાડેલાં શખ્સોમાં કાયદાનાં સંઘર્ષમાં આવેલા 10 બાળકિશોર સાથે અન્ય પાંચ શખ્સો 18 વર્ષીય આર્યા વિશાલ દુબે (રહે. સપનાનગર, ગાંધીધામ), 20 વર્ષીય પાર્થ જેહાભાઈ ચૌધરી (રહે. આદિપુર), 18 વર્ષીય રિતેષ સજન રોહિવાલ (રહે. મેઘપર કુંભારડી અંજાર), 20 વર્ષીય પુનિત ઉમેદ રોહિવાલ (રહે. મેઘપર કુંભારડી, અંજાર) અને 18 વર્ષીય જયદીપ મનોહર શર્મા (રહે. વરસામેડી અંજાર)ને આદિપુર પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડી અને તેમના વિરૂદ્ધ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવવામાં આવ્યુ હતુ તેમજ ભયનો માહોલ ઉભો કરી બીજાની જીંદગી જોખમમાં નાખનારા ઈસમોની લાઇસન્સ પણ રદ કરાવવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વીડિયોમાં દેખાતી 6 જેટલી કારને પણ પોલીસે કબજામાં લીધી હતી.
આદિપુરનાં મુન્દ્રા સર્કલથી આત્મીયા સ્કૂલનાં ફેરવેલ પ્રોગ્રામમાં જતી વખતે ધમાલ મચાવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર શિણાય ખાતે આવેલી આત્મીયા વિધાપીઠ સ્કૂલમાં 12માં ધોરણમાં ભણતા વિધાર્થીઓ માટે ફેરવેલ ફન્શન યોજવામાં આવ્યો હતો. જે પોગ્રામમાં જતી વેળાયે 12માં ધોરણનાં 12 વિદ્યાર્થી અને બાકી તેમના ત્રણ મિત્રોએ 10 જેટલી કારો લઇ મુન્દ્રા સર્કલથી સ્કૂલ સુધીનાં 5 કિલોમીટરનાં દાયરામાં રીત સરનું સરઘસ કાઢયું હતુ. જેમાં નબીરાઓએ સ્પીડમાં કાર ચલાવી હાથમાં એયરગન લહેરાવી રીતસરનો ભયનો માહોલ ઉભો કર્યો હતો.
- સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી
આદિપુર - શિણાય રોડ પર ધમાલ મચવનારા નબીરાઓનો વિડીયો ટૂંક સમયમાંજ વાયરલ થઇ ગયો હતો. જે વિડીયો પોલીસની નઝરે ચડતા પોલીસે એક્સન લીધો હતો. જેમાં પોલીસે ગણતરીનાં કલાકોમાંજ કારની રેસ લગાડી પોતાનું તેમજ અન્ય લોકોનું જીવ જોખમમાં નાખનારા કાયદાનાં સંઘર્ષમાં આવેલા 10 બાળકિશોર અને તેમની સાથે અન્ય 5 ઈસમોને ઝડપી લીધા હતા અને તેમના પાસેથી 6 કાર કબ્જે કરી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, નબીરાઓ 6 કિલોમીટર જાહેર રોડ પર બેફામ ગાડી ચલાવીને ભયનો માહોલ ઉભો કર્યો હતો છતાં પણ પોલીસને બનાવ અંગે કોઈ જાણ ન હતી અને આ નબીરાઓએ જીવનાં જોખમે આખુ આદિપુર માથે લઇ પોલીસની સક્રિયતાની પોલ ખોલી નાખી હતી. જે રસ્તા પર નબીરાઓ ધમાલ મચાવી એ રસ્તો આત્મીયા સ્કૂલ તરફ તો જાય છે તેની સાથે પૂર્વ કચ્છનાં હેડક્વાટર્સ તરફ પણ જાય છે છતાં પણ પોલીસ અંધારામાં જ રહી અને સોશિયલ મીડિયા થતી જાણ થતા પોલીસે કાર્યવાહી કરી હતી.
- નબીરાઓનાં વાલી અલગ અલગ ધંધાર્થી, પૈસાનાં નસામાં ચૂર કોઈનું જીવ લે તો જવાબદાર કોણ?
12માં ધોરણમાં ભણતા અને ફક્ત 17 થી 20 વર્ષનાં યુવાનો પોતાના બાપનાં રૂપિયાનાં નશામાં કેટલાની જિંદગીઓ જોખમમાં નાખી દીધી હતી. 6 કિલોમીટરની કાર રેશમાં કેટલી વાર વિડીયોમાં કાર બેકાબુ થતી હોવાનું પણ નજરે ચડે છે. પોલીસે વીડિયો બહાર આવ્યા બાદ આરોપીઓની ધરપકડ તો કરી લીધી હતી પરંતુ શું લાઇસન્સ વગર પોતાના બાળકોને બીજાનું જીવ જોખમમાં નાખવા ગાડી આપનારા વાલીઓ પર પોલીસ કાર્યવાહી કરશે?