હવે સુરતમાં નબીરાઓ બેફામ! ધૂળેટીમાં જાહેરમાં 15 યુવકોએ દારૂ પીને પોલીસને આપી ચેલેન્જ, વીડિયો પણ વાઈરલ
Surat News : ગુજરાતના અનેક વિસ્તારોમાં જાહેરમાં દારૂ વેચાતો હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે રાજ્યમાં જાણે નામની જ દારૂબંધી હોય તેવું લાગી રહ્યું છે. જ્યારે ધૂળેટીના પર્વ પર રાજ્યભરમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે સુરતમાં જાહેરમાં રોડ પર દારૂની પાર્ટી કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
15 શખ્સોની જાહેરમાં દારૂ પાર્ટીનો વીડિયો વાઈરલ
સુરતના પાંડેસરાના ગણપત નગરમાં 15 જેટલાં શખ્સોએ જાહેરમાં દારૂ પાર્ટી કરતાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયો ધૂળેટીના દિવસના હોવાનું સામે આવ્યું છે. નબીરાઓ જાહેરમાં પોલીસ અને કાયદાનો ડર ન હોય તેવી રીતે ખુલ્લેઆમ દારૂની મહેફિલ માણી રહ્યાં હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, કેટલાક શખ્સોના હાથમાં બિયર અને દારૂની બોટલ છે.
આ પણ વાંચો: ગુજરાતના વધુ એક શહેરમાં 450 સરકારી કર્મચારીને ફટકારાયો દંડ, કુલ 5000 વાહન ચાલકો દંડાયા
રાજ્યના અનેક વિસ્તારોમાં જાહેરમાં દારૂનું વેચાણ થતું હોય છે. નબીરાઓ દારૂ પીને ગાડીઓ ચલાવી છે અને અકસ્માત જેવી ઘટનાઓને અંજામ આપે છે. જેમાં માસુમ લોકોના મોત નીજપે છે, ત્યારે પોલીસતંત્ર દ્વારા રાજ્યમાં દારૂબંધ હોવા છતાં થતાં વેચાણ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં ક્યાંકને ક્યાંક ખામી રાખી રહી હોવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. જ્યારે સુરતમાં જાહેરમાં 15 યુવકોએ દારૂપાર્ટી કરીને પોલીસને જાણે ખુલ્લી ચેલેન્જ આપી હોવાનું સામે આવ્યું છે.