ચરસ સાથે ફરીથી ઝડપાયેલા આરોપીને 15 વર્ષની સખત કેદ, 1.50 લાખ દંડ

વર્ષ-2005માં નાર્કોટીક્સ કેસમાં દસ વર્ષની સજા કાપીને આવ્યા બાદ

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News


ચરસ સાથે ફરીથી ઝડપાયેલા આરોપીને 15 વર્ષની સખત કેદ, 1.50 લાખ દંડ 1 - image

 સુરત

વોન્ટેડ આરોપી તથા બુરખા વાળી મહિલા પાસેથી ખરીદેલા ચરસના જથ્થા સાથે બીજીવાર ઝડપાયેલા ગુલામ રસુલ શેખને કોર્ટે તમામ ગુનામાં દોષી ઠેરવ્ય


પાંચેક વર્ષ પહેલા મહિધરપુરાપોલીસે દારૃખાના રોડ ખરાદી શેરીના નાકેથી 60 હજારની કિંમતના ચરસના ગેરકાયદેસર જથ્થા સાથે  બીજા ગુનામાં  ઝડપેલા આરોપીને આજે  નાર્કોટિક કેસોની ખાસ અદાલતના જજ દેવેન્દ્ર એસ. જોષીએ એનડીપીએસ એક્ટની કલમ 8(સી)20 (બી) 29 તથા 31 ના ગુનામાં દોષી ઠેરવી 15 વર્ષની સખ્ત કેદ 1.5 લાખ દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખ્ત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

સલાબતપુરા વિસ્તારમાં વાણીયા શેરીમાં રહેતા 37 વર્ષીય ગુલામ રસુલ ઉર્ફે બાબા દાના અબ્દુલ રહેમાન શેખ ગઈ તા.29-11-2019 ના રોજ મહિધરપુરા દારૃખાના રોડ ખરાદી શેરીના નાકે ઉભો હતો જે દરમિયાન બાતમીના આધારે મહીધરપુરા પોલીસે બાતમીના આધારે આરોપીની તલાસી લેતાં તેની પાસેથી  રૃ.60,100ની કિંમતનો 601 ગ્રામ ચરસનો ગેરકાયદેસર જથ્થો મળી આવ્યો હતો.જે આરોપી ગુલામ રસુલ શેખે નાસતા ફરતા વોન્ટેડ આરોપી વડોદરાના મુકુન બાપુ તથા તેની સાથે રહેલી એક અજાણી બુરખા પહેરેલી મહિલા પાસેથી ચરસનો જથ્થો ખરીદીને વેચાણ કરવાના ઇરાદે પોતાના કબજામાં રાખ્યો હતો. જેથી મહીધરપુરા પોલીસે એનડીપીએસ એકટની કલમ-8(સી),20(બી)(સી) 29 તથા 31 ના ગુના હેઠળ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આજરોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતા સરકાર પક્ષે એપીપી જીતેન્દ્ર પારડીવાલાએ કુલ 11 સાક્ષી તથા 43 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જેથી નાર્કોટિક કેસોના ખાસ અદાલતના જજ ડી.એસ. જોષીએ આરોપીને આક્ષેપિત તમામ ગુનામાં દોષી ઠેરવીને ઉપરોક્ત કેદ-દંડની સજા ફટકારી હતી.કોર્ટે જણાવ્યું હતું કે આરોપી અગાઉથી નાર્કોટિક્સના ધંધામાં સંકળાયેલો હોઈ એનું ગુનાહિત માણસ છતું કરે છે.તેને કાયદાનો ડર હોય તેમ જણાતું નથી.વધુમાં સજા કરતી વખતે આરોપીની અગાઉની ગુનાહિત વર્તણુક પણ ધ્યાને લેવી જરૃરી છે. આરોપી પાસેથી મળી આવેલો ચરસનો ગેરકાયદેસર જથ્થો સ્મોલ કોન્ટીટી કરતા વધુ અને કોમશયલ કોન્ટીટી કરતા ઓછો એટલે કે ઇન્ટરમિડીયેટ કોન્ટીટીમાં આવે છે.સરકાર ના નોટીફિકેશન મુજબ ચરસ માટે સ્મોલ કોન્ટીટી 100 ગ્રામ અને કોમશયલ કોન્ટીટી 1 કિલોગ્રામ નક્કી કરવામાં આવી છે.આરોપી પાસેથી 601 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો.

નાર્કોટિક્સ એકટની કલમ 20 (બી) માં અગાઉ સજા થઈ હોય તો આરોપીને બીજા ગુનામાં દોઢ ગણી સજા ની જોગવાઈ છે


એનડીપીએસ એકટની કલમ-31ની જોગવાઈ મુજબ જો આરોપી સામે અગાઉ એનડીપીએસ એકટની કલમ 20 (બી)ના ગુનામાં સજા થઈ હોય અને આરોપી ફરીથી આ પ્રકારનો ગુનો આચરે તો  અગાઉ કરતાં દોઢ ગણી સજા કરવાની જોગવાઈ છે.અત્રે નોંધનીય છે કે એનડીપીએસ એકટના ભંગ બદલ હાલના આરોપી ગુલામ રસુલ શેખને વર્ષ-2005માં એન.સી.બી. એ ઝડપી લીધો હતો. જે કેસમાં અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને દોષી ઠેરવીને 10 વર્ષની સખ્તકેદ અને 1 લાખ દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સખત કેદની સજા ફટકારી હતી.જે સજા પૂરી કરી જેલમાંથી છૂટયા બાદ આરોપી ગુલામ રસુલ શેખ વધુ એકવાર  ચરસના ગેરકાયદે જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો.જેથી ફરિયાદ પક્ષે આરોપીને દોઢ ગણી સજા કરવા માંગ કરતાં કોર્ટે તેના પર મંજુરી ની મહોર મારી હતી.


suratcourt

Google NewsGoogle News