Get The App

ધો.૧૧માં અભ્યાસ કરતી 15 વર્ષની છાત્રા સાથે 18 વર્ષના યુવાનનું દુષ્કર્મ

Updated: Feb 20th, 2025


Google News
Google News
ધો.૧૧માં અભ્યાસ કરતી 15 વર્ષની છાત્રા સાથે 18 વર્ષના યુવાનનું દુષ્કર્મ 1 - image


રાજકોટમાં વધુ એક ચોંકાવનારી ઘટના  : આરોપીએ છાત્રા સાથે ઓરલ સેકસ કરી તેનો વીડિયો પણ ઉતાર્યો, ભાઈએ છાત્રાનો મોબાઈલ જોતા ભાંડો ફુટયો

રાજકોટ, : રાજકોટમાં ધો. 11માં અભ્યાસ કરતી 15 વર્ષની છાત્રા સાથે 17 વર્ષના યુવાને એક વખત ઓરલ સેક્સ કરી તેનો વિડિયો ઉતાર્યા બાદ બીજી વખત દુષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે, જેના આધારે ગાંધીગ્રામ પોલીસે પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરી હતી. 

ભોગ બનનાર છાત્રાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈ તા. 18 રોજ તેની પુત્રી સ્કુલે ગઈ હતી. પાછળથી તેના પુત્રએ તેનો મોબાઈલ ચેક કરતા એક આઈડી પરથી વિડિયો મોકલાયો હતો. જે વિડિયો બિભત્સ હતો. જેમાં એક યુવાન તેની પુત્રી સાથે ઓરલ સેક્સ કરતો જોવા મળ્યો હતો. 

આ વાત પુત્રએ તેને કરતાં તત્કાળ તેને પુત્રીને શાળામાંથી પરત લાવવા કહ્યું હતું. પુત્રી પરત ઘરે આવી જતાં તેને જે આઈડીમાંથી સ્નેપ ચેટ ઉપરથી વિડિયો આવ્યો હતો તે બાબતે પુછતા કહ્યું કે, તે આઈડી ધવલ સંજય દાદુકીયા (રહે, લોહા નગર ગોંડલ રોડ)ની છે. જેને છેલ્લા છ સાથ મહિનાથી ઓળખે છે. 

તેની પાસે સીમકાર્ડ વગરનો જે મોબાઈલ હતો તેમાં બીજા મોબાઈલમાંથી વાયફાય કનેક્ટ કરી યુ-ટયુબ ઉપર અભ્યાસનાં વિડિયો જોતી હતી. એક વખત ધવલે સ્નેપ ચેટમાંથી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. જે તેણે એકસેપ્ટ કરતા બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જેને કારણે ધવલ બે વખત તેની સ્કુલે મળવા પણ આવ્યો હતો. 

ગઈ તા. 5 ફેબુ્રઆરીનાં રોજ સવારે  ઘરે કોઈ ન હતું ત્યારે ધવલે આવી શરીર સંબંધની માંગણી કરી હતી. તેણે ના પાડતા મારી નાખવાની ધમકી આપ્યા બાદ તેની સાથે ઓરલ સેકસ કરી તેની જાણ બહાર મોબાઈલમાં તેનો વિડિયો બનાવી લીધો હતો. જે વિડિયો પછી તેને મોકલ્યો હતો. 

ત્યાર પછી બીજી વાર ગઈ તા. 13 ફેબુ્રઆરીનાં રોજ ફરીથી ઘરે કોઈ ન હતું ત્યારે આવી શરીર સંબંધની માંગણી કરી હતી. તેણે ના પાડતા ફરીથી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. સાથોસાથ આ વાતની કોઈને જાણ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો.  પુત્રીએ આપેલી આ માહીતીનાં આધારે પિતાએ ફરીયાદ નોંધાવી હતી. ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી 18 વર્ષનાં આરોપી ધવલની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Tags :